RCBની જીત પર વિજય માલ્યાએ શુભેચ્છા પાઠવી તો લોકો એવી-એવી રમૂજી કમેંટ કરી કે તમે હસ્યાં વિના નહી

RCBની જીત પર વિજય માલ્યાએ શુભેચ્છા પાઠવી તો લોકો એવી-એવી રમૂજી કમેંટ કરી કે તમે હસ્યાં વિના નહીં રહો!

06/04/2025 National

SidhiKhabar

SidhiKhabar

RCBની જીત પર વિજય માલ્યાએ શુભેચ્છા પાઠવી તો લોકો એવી-એવી રમૂજી કમેંટ કરી કે તમે હસ્યાં વિના નહી

વિજય માલ્યા સાથે સમસ્યા એ છે કે સોશિયલ મીડિયા પર લોકો હંમેશાં તેને ટ્રોલ કરવા માટે તૈયાર રહે છે. હવે તે ગમે તે પોસ્ટ કરે, ટ્રોલ તેની પાછળ હોય છે. તાજેતરનો કિસ્સો RCBની જીતનો છે. તેણે જૂના માલિક તરીકે ટીમને ઐતિહાસિક જીત પર અભિનંદન પાઠવ્યા, તો લોકોએ જવાબમાં જૂના હિસાબ-કિતાન ખોલી નાખ્યા અને પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં એવી વાતો કહી કે હવે આ પોસ્ટ વાયરલ થઈ ગઈ છે.

વિજય માલ્યાએ 'X' પર પોસ્ટ કરતા આખી ટીમને જીત માટે અભિનંદન આપ્યા. માલ્યાએ પોતાની પોસ્ટમાં ટીમની આઇકોનિક ટેગલાઇનનું પુનરાવર્તન કર્યું અને લખ્યું કે ‘ઇ સાલા કપ નામદે! વિજય માલ્યાએ આગળ લખ્યું કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આખરે 18 વર્ષ બાદ IPL ચેમ્પિયન બન્યું છે. 2025ની આ સીઝન RCB માટે ખૂબ જ યાદગાર રહી. શાનદાર કોચિંગ અને મજબૂત સપોર્ટ સ્ટાફ સાથે, ટીમે સંતુલિત પ્રદર્શન કર્યું અને બોલ્ડ રમત બતાવી. ટીમને ખૂબ-ખૂબ અભિનંદન!


વિજય માલ્યાની પોસ્ટ પર લોકોએ શું-શું લખ્યું

વિજય માલ્યાની પોસ્ટ પર લોકોએ શું-શું લખ્યું

વિજય માલ્યાએ RCBને જીત પર અભિનંદન આપતા જ સોશિયલ મીડિયા પર ટિપ્પણીઓનો વરસાદ કરી દીધો. લોકોએ ટ્રોલ કરવાની આ તક જવા ન દીધી. કોઈએ લખ્યું કે ભાઈ, જીતનો શ્રેય ન લો, આ સારી તક છે... પૈસા પાછા આપી દે. તો અન્ય એક યુઝરે વિરાટને લઈને લખ્યું કે વિરાટે તેનું સપનું પૂરું કર્યું છે, હવે તમારો વારો છે. SBIની લોન ચૂકવી દો, તેનું સ્વપ્ન પણ પૂરું કરી દો. પાછા આવો અને ચાહકો સાથે ઉજવણી કરો માલ્યા સાહેબ. અમે બધા તમને અમારા ખભા પર ઉંચકીશું અને SBIની બહાર સાથે નાચીશું.

બીજા યુઝરે ભાવનાત્મક અંદાજમાં લખ્યું કે આજે સારી તક છે, પ્લીઝ પૈસા પાછા આપી દો. જ્યારે કોઈએ એક જૂની ફિલ્મનો ડાયલોગ યાદ અપાવતા લખ્યું કે, ઘર આજા પરદેશી... તુઝે દેશ બુલાયે રે! ED, CBI, IT વિભાગ, RBI, SEBI સહિતની બધી તપાસ એજન્સીઓ RCBની જીતની ઉજવણી કરી રહી છે. આજ ભારત પાછા ફરવાનો સમય છે! એક યુઝરે તો લખ્યું કે, બેન્કથી ક્રેડિટ લીધું, માફ કર્યા, ટ્રોફીનું ક્રેડિટ લેશો, એ નહીં ચાલે.


વિજય માલ્યા 2016માં દેશ છોડીને ભાગી ગયો હતો

વિજય માલ્યા 2016માં દેશ છોડીને ભાગી ગયો હતો

વિજય માલ્યાએ માર્ચ 2016માં દેશ છોડીને ભાગી ગયો હતો. ભારતમાં તેની સામે લગભગ 9000 કરોડ રૂપિયાના ડિફોલ્ટ સાથે જોડાયેલ ઘણા કેસ નોંધાયેલા છે. 5 જાન્યુઆરી 2019ના રોજ, મુંબઈની એક સ્પેશિયલ કોર્ટે તેને 'ભાગેડુ આર્થિક ગુનેગાર' જાહેર કર્યો. આ ઉપરાંત, 11 જુલાઈ 2022ના રોજ, સુપ્રીમ કોર્ટે તેને કોર્ટની અવમાનના કેસમાં 4 મહિનાની જેલની સજા પણ ફટકારી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top