Israel-Iran Conflict: અમેરિકન હુમલામાં ન્યૂક્લિયર પ્રોગ્રામને કેટલું નુકસાન થયું? પહેલી વખત ઇરા

Israel-Iran Conflict: અમેરિકન હુમલામાં ન્યૂક્લિયર પ્રોગ્રામને કેટલું નુકસાન થયું? પહેલી વખત ઇરાને માની આ વાત

06/26/2025 WAR UPDATES

SidhiKhabar

SidhiKhabar

Israel-Iran Conflict: અમેરિકન હુમલામાં ન્યૂક્લિયર પ્રોગ્રામને કેટલું નુકસાન થયું? પહેલી વખત ઇરા

Iran Nuclear Site: ઈરાને પહેલી વાર સ્વીકાર્યું છે કે રવિવારે અમેરિકાએ કરેલા હુમલામાં દેશના પરમાણુ પ્લાન્ટને ભારે નુકસાન થયું છે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બાઘેઈએ બુધવારે પોતાના 3 પરમાણુ પ્લાન્ટ ફોર્ડો, નતાન્ઝ અને ઈસ્ફહાનને થયેલા નુકસાનની પુષ્ટિ કરી હતી. કતારના સરકારી બ્રોડકાસ્ટર અલ જજીરા સાથે વાત કરતા બાઘેઈએ વિગતવાર માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ સ્વીકાર્યું કે રવિવારે અમેરિકાના B-2 બોમ્બરોએ બંકર બસ્ટર બોમ્બનો ઉપયોગ કરીને મોટા હુમલા કર્યા હતા. તેમણે કહ્યું કે, ‘અમારા પરમાણુ પ્રતિષ્ઠાનોને ખૂબ જ નુકસાન થયું છે, આ તો સ્પષ્ટ વાત છે.’

બુધવારે, ઈરાન અને ઈઝરાયલ વચ્ચે 12 દિવસની લડાઈ બાદ યુદ્ધવિરામ કાયમ થતો દેખાઈ રહ્યો છે, જેના કારણે હવે એવું લાગે છે કે બંને દેશો વચ્ચે શાંતિ સમજૂતી થઈ શકે છે. જોકે, ઈરાને સ્પષ્ટપણે કહ્યું છે કે તે કોઈ પણ પરિસ્થિતિમાં પોતાનો પરમાણુ કાર્યક્રમ નહીં છોડે. મંગળવારે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધના 12મા દિવસે યુદ્ધવિરામ લાગૂ થઈ ગયો, પરંતુ ત્યારબાદ પણ બંને દેશોએ એકબીજા પર તેનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો, પરંતુ બુધવાર સુધીમાં મિસાઇલ, ડ્રોન અને બોમ્બના હુમલા આખરે બંધ થઈ ગયા.


યુદ્ધવિરામને લઈને ટ્રમ્પે શું કહ્યું

યુદ્ધવિરામને લઈને ટ્રમ્પે શું કહ્યું

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામમાં મદદ કરી અને બુધવારે, તેમણે નેધરલેન્ડ્સમાં NATO સમિટ દરમિયાન, તેમણે મીડિયાને કહ્યું કે યુદ્ધવિરામ ખૂબ સારી રીતે ચાલી રહ્યો છે.તેમની પાસે પરમાણુ બોમ્બ નહીં હોય શકે અને તેઓ બોમ્બ બનાવવા માટે યુરેનિયમને સંવર્ધન પણ નહીં કરે.'


ઈરાનની સંસદે IAEA સાથે સહયોગ બંધ કરવા સંબંધિત બિલને પણ મંજૂરી આપી

ઈરાનની સંસદે IAEA સાથે સહયોગ બંધ કરવા સંબંધિત બિલને પણ મંજૂરી આપી

જોકે, ઈરાને એ વાત પર ભાર આપ્યો છે કે તે તેના પરમાણુ કાર્યક્રમને નહીં છોડે. ઈરાનની સંસદે સંયુક્ત રાષ્ટ્ર પરમાણુ દેખરેખ એજન્સી (IAEA) સાથે સહયોગ બંધ કરવા સંબંધિત બિલને પણ મંજૂરી આપી છે. આ સંગઠન વર્ષોથી ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર નજર રાખી રહ્યું હતું અને હવે ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે તે સંગઠન સાથે સહયોગ નહીં કરે.

બિલ પર મતદાન કરતા પહેલા ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘર કલિબાફે IAEAની નિંદા કરી કે સંસ્થાએ ઈરાનના પરમાણુ પ્રતિષ્ઠાનો પરના હુમલાની નિંદા કરવાનો પણ ઇનકાર કરી દીધો. કલીબાફે કહ્યું કે, આ કારણોસર, ઈરાનનું પરમાણુ ઉર્જા સંગઠન IAEA સાથેના સહયોગને ત્યાં સુધી સ્થગિત કરશે જ્યાં સુધી પરમાણુ સુવિધાઓની સુરક્ષા સુનિશ્ચિત થઈ જતી નથી અને ઈરાનનો શાંતિપૂર્ણ પરમાણુ કાર્યક્રમ ઝડપી ગતિએ વધી જતી નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top