Video: ઇગો ક્લેશ! હાર્દિક અને ગિલ વચ્ચે શું ચાલી રહ્યું છે? ટોસ અને વિકેટ પર આ કેવો વ્યવહાર

Video: ઇગો ક્લેશ! હાર્દિક અને ગિલ વચ્ચે શું ચાલી રહ્યું છે? ટોસ અને વિકેટ પર આ કેવો વ્યવહાર

05/31/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

Video: ઇગો ક્લેશ! હાર્દિક અને ગિલ વચ્ચે શું ચાલી રહ્યું છે? ટોસ અને વિકેટ પર આ કેવો વ્યવહાર

IPL 2025ની એલિમિનેટર મેચમાં, મુંબઈ ઈન્ડિયન્સ (MI)એ શાનદાર પ્રદર્શન કરતા બતાવી દીધું તે આમ જ 5 વખતની ચેમ્પિયન નથી. પહેલા બેટિંગ અને પછી બોલિંગ બંનેમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો. રોહિત શર્માની બેટિંગ અને પછી જસપ્રીત બૂમરાહની ચુસ્ત બોલિંગે શુભમન ગિલની ટાઇટન્સને ઉઠવાનો ચાન્સ ન આપ્યો, અને મુંબઈએ 20 રનથી મેચ જીતીને ક્વોલિફાયર-2માં સ્થાન મેળવ્યું. આમ આ મેચમાં આવો કોઈ વિવાદ સામે આવ્યો નહોતો, પરંતુ કેટલીક હદ સુધી મતભેદની સ્થિતિ ચોક્કસપણે જોવા મળી હતી. ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની ટક્કર અગાઉ જ તણાવ ચરમસીમાએ હતો. આ દરમિયાન શુભમન ગિલ અને હાર્દિક પંડ્યા વચ્ચેની એક અજીબ ક્ષણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ અને તે પણ પહેલો બોલ ફેંકાતા પહેલા.


ટોસ સમયે બની આ ઘટના

ટોસ સમયે બની આ ઘટના

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફ્લડલાઇટ્સના અજવાળા વચ્ચે સાંજે થયેલા ટોસ દરમિયાન, મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા તેની જૂની ટીમ ગુજરાત ટાઇટન્સ સામે મેદાનમાં ઉતર્યો. ટોસ જીત્યા બાદ, જ્યારે હાર્દિક પંડ્યા રવિ શાસ્ત્રી તરફ વાતચીત માટે વળ્યો, ત્યારે એવું લાગતું હતું કે તે શુભમન ગિલ સાથે હાથ મળાવવા જઈ રહ્યો છે. તે જ સમયે, શુભમન પણ પાછળ ફરીને પ્રતિક્રિયા આપવા લાગ્યો, પરંતુ બંને કેપ્ટનોએ ખચકાતા તેમના હાથ પાછા ખેંચી લીધા, જેના કારણે આ ક્ષણ ખૂબ જ અસહજ અને અજીબ બની ગઈ.

ત્યારબાદ, થોડી ક્ષણો માટે મૌન છવાઈ ગયું, પછી પંડ્યા સીધો કોમેન્ટેટર રવિ શાસ્ત્રી પાસે ગયો અને પરંપરાગત હાથ મળાવવાનું ટાળ્યું. રસપ્રદ વાત એ છે કે, મુંબઈ ઈન્ડિયન્સના બેટિંગ કોચ કિરોન પોલાર્ડ ટોસ બાદ તરત જ હાર્દિક પાસે ગયો અને મજબૂતીથી હાથ મળાવ્યો જાણે કે વાસ્તવિક હાથ મળાવવાનું કેવી રીતે થાય છે એ બતાવવા માટે.

હાર્દિકે મુલ્લાંપુરમાં પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો, કારણ કે બંને ટીમો ટૂર્નામેન્ટમાં ટકી રહેવા માટે સંઘર્ષ કરી રહી હતી. પરંતુ એક દિવસ અગાઉ આ જ મેદાન પર રમાયેલી મેચમાં પંજાબ કિંગ્સ પ્રથમ બેટિંગ કરતા પૂરી રીતે ધ્વસ્ત થઈ ગઈ હતી, પરંતુ મુંબઈના બેટ્સમેનોએ અદ્ભુત રમત બતાવી.


ગિલની વિકેટ બાદ હાર્દિકનું આક્રમક સેલિબ્રેશન

ગિલની વિકેટ બાદ હાર્દિકનું આક્રમક સેલિબ્રેશન

પહેલા બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 228 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. રોહિત શર્મા (50 બોલમાં 81 રન) અને જોની બેયરસ્ટો (22 બોલમાં 47 રન)એ આ મેચમાં શાનદાર ઇનિંગ્સ રમી હતી. લક્ષ્યનો પીછો કરતા ગુજરાત ટાઇટન્સે તેમના ઓપનરો પાસેથી મજબૂત શરૂઆતની અપેક્ષા રાખી હતી. પરંતુ પહેલી જ ઓવરમાં ટ્રેન્ટ બોલ્ટે ગિલને શાનદાર ઇન-સ્વિંગ બોલ પર LBW આઉટ કરાવતા તે આશાઓ પર પાણી ફેરવી દીધું.

કેપ્ટન ગિલે બોલની લાઇનને ખોટી રીતે રીડ કરતાં પૂર્વ-આયોજિત શોટ રમવાનો પ્રયાસ કર્યો અને બોલ સીધો પેડ્સ પર વાગ્યો. તે ગોલ્ડન ડક પર આઉટ થઈ ગયો. આ શરૂઆતની વિકેટથી ઉત્સાહિત, હાર્દિક પંડ્યાએ ગિલની સામે જબરદસ્ત સેલિબ્રેશન મનાવ્યું, એક એવું સેન્ડ ઓફ જેણે તેમના રમતના જૂના સંબંધોને વધુ તીખા કર્યા. જોકે સાઈ સુદર્શને 49 બોલમાં 80 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી, પરંતુ ગુજરાત ટાઇટન્સ 20 રનથી મેચ હારી ગઈ. હવે 1 જૂને, મુંબઈની મેચ પંજાબ કિંગ્સ સામે રમાશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top