Rare Handprint: આ દેશમાંથી 4000 વર્ષ જૂનું હાથનું નિશાન મળ્યું, સામે આવી રસપ્રદ જાણકારી
Rare 4000 year old Egyptian handprint found: બ્રિટન સ્થિત કેમ્બ્રિજ મ્યૂઝિયમે સોમવારે જણાવ્યું હતું કે, બ્રિટિશ સંશોધકોએ 4000 વર્ષ જૂની ઇજિપ્તીયન કલાકૃતિ પર એક દુર્લભ હાથનું નિશાનની શોધ કરી છે. પ્રાચીન હાથનું નિશાન મ્યૂઝિયમના સંરક્ષકોને ઇજિપ્તીયન એક સોલ હાઉસની અંદર મળી આવ્યું હતું. સોલ હાઉસ માટીનું બનેલું હાઉસ છે જેને પ્રાચીન ઇજિપ્તીયન લોકો કબરોમાં ભોજન અને પ્રસાદ રાખવા માટે બનાવતા હતા. એવું માનવામાં આવે છે કે આ સોલ હાઉસ આત્માઓનું નિવાસસ્થાન હતા.
જે સોલ હાઉસમાં નવી શોધ કરવામાં આવી છે તે 2055 થી 1650 ઇ.સ. પૂર્વે બનાવવામાં આવ્યું હશે. સોલ હાઉસ એક નવા પ્રદર્શન માટે તૈયાર કરવામાં આવી રહ્યું હતું જેના માટે સંગ્રહાલયના સંરક્ષણ કર્મચારીઓ તેની તપાસ કરી રહ્યા હતા અને આ દરમિયાન તેમને એક દુર્લભ હાથનું નિશાન દેખાઈ. કેમ્બ્રિજ સ્થિત ફિટ્ઝવિલિયમ મ્યૂઝિયમના સીનિયર ક્યૂરેટર અને ઇજિપ્ત વિશેષજ્ઞ હેલેન સ્ટ્રડવિકે કહ્યું કે, ‘મેં અગાઉ ક્યારેય કોઈ પ્રાચીન ઇજિપ્તીયન વસ્તુ પર હાથનું આખું નિશાન જોયું નથી.'
માનવમાં આવી રહ્યું છે કે સોલ હાઉસ પર હાથના નિશાન તેને બનાવનારના છે. માટીને સુકવવા અને તેને પકાવવા દરમિયાન હાથનું નિહાન સોલ પર બન્યું હશે. સ્ટ્રડવિકે ન્યૂઝ એજન્સી AFPને આ શોધને એક ‘રોમાન્ચક શોધ’ બતાવતા કહ્યું કે, ‘જ્યારે તમે આવું કંઈક જુઓ છો તો લાગે છે કે તમે એ વ્યક્તિની ખૂબ નજીક છો, જેણે પોતાની છાપ સોલ હાઉસ પર છોડી છે. સોલ હાઉસ પર તમે એ વ્યક્તિની પણ આંગળીઓ જોઈ શકો છો અને એ પણ જોઈ શકો છો કે, ક્યાં હથેળી ટકાવીને સોલ હાઉસ ઉઠાવ્યું હતું.’
આ દુર્લભ કલાકૃતિને સંગ્રહાલયના મેડ ઇન એન્સિયન્ટ ઇજિપ્તમાં પ્રદર્શિત કરવામાં આવશે, જે 3 ઓક્ટોબરથી શરૂ થશે. પ્રદર્શનમાં ઇજિપ્તીયન ઝવેરાત, ચીની માટીની વસ્તુઓ અને મૂર્તિઓ પ્રદર્શિત કરવામાં આવશે. હેલેન સ્ટ્રડવિકે કહ્યું કે, અમારા માટે એ સમજવું મહત્ત્વપૂર્ણ છે કે પ્રાચીન વસ્તુઓ કેવી રીતે બનાવવામાં આવતી હતી જેથી તેમની યોગ્ય રીતે કાળજી લઈ શકાય.
દક્ષિણ-પૂર્વ ઇંગ્લેન્ડમાં સ્થિત કેમ્બ્રિજ મ્યૂઝિયમ 2014થી પ્રાચીન ઇજિપ્તની કલાકૃતિઓ કેવી રીતે બનાવવામાં આવતી હતી. તે તેના પર સંશોધન કરી રહ્યું છે પરંતુ આ સંશોધન ખૂબ જ જટિલ છે કારણ કે પ્રાચીન ઇજિપ્તમાં કામ કરતા કુંભારો બાબતે ખૂબ જ ઓછી માહિતી છે. પ્રાચીન ઇજિપ્તમાં માટીના વાસણોને ઓછું મૂલ્યવાન માનવામાં આવતા હતા, એટલે તે યુગના કુંભારોને અન્ય કારીગરો કરતા નીચો સામાજિક દરજ્જો આપવામાં આવતો હતો.
સ્ટ્રડવિકે કહ્યું કે, 'હાથના નિશાન પરથી વ્યક્તિની ઓળખ બાબતે આપણે કંઈ કહી શકતા નથી. તે ખૂબ નાનું છે, લગભગ મારા હાથના આકારનું. જો તે પુરુષના હાથનું નિશાન છે, તો તેના આકારને જોતા, શક્ય છે કે તે માણસ એક યુવાન રહ્યો હશે અથવા સોલના હાઉસને સૂકવવા માટે કાર્યરત જુનિયર કારીગર હશે, જેણે સોલ હાઉસ સુકવવા રાખવામા આવ્યું હશે.' સ્ટ્રુડવિકનું કહેવું છે કે સંશોધકો ઘણીવાર ઇજિપ્તીયન કારીગરોના ઇતિહાસને અવગણે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp