Surat: ભૂલકાઓને વરસાદમાં ભોંયે બેસાડયા, પ્રાથમિક શાળાની બેન્ચ કોલેજને ફાળવી તો વાલીઓમાં ભભૂક્યો

Surat: ભૂલકાઓને વરસાદમાં ભોંયે બેસાડયા, પ્રાથમિક શાળાની બેન્ચ કોલેજને ફાળવી તો વાલીઓમાં ભભૂક્યો રોષ!

06/25/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Surat: ભૂલકાઓને વરસાદમાં ભોંયે બેસાડયા, પ્રાથમિક શાળાની બેન્ચ કોલેજને ફાળવી તો વાલીઓમાં ભભૂક્યો

પ્રાથમિક શાળામાં ભણતા ભૂલકાઓને ભોંયે બેસાડી કોલેજોને અપાઈ બેન્ચો. વરસાદમાં વિદ્યાર્થીઓએ જમીન પર બેસવું પડતું હોવાથી વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે . બેન્ચ સર્વ શિક્ષા અભિયાન હેઠળ સમિતિના વિદ્યાર્થીઓ માટે આવી હતી તો કોલેજને શા માટે ફાળવી દેવામાં આવી તે અંગે કોઈ ખુલાસો કર્યો નથી. આ ઉપરાંત શાળામાં કોલેજ માટે એક બે નહી પરંતુ 15 ઓરડા ફાળવી દીધા હતા.

શહેરના લિંબાયત વિસ્તારમાં ઈશ્વર નગરની શાળામાં ચાલતી કોલેજને ભાઠેના ખાતે શિફ્ટ કરી દેવામાં આવી છે. જોકે,આ સરકારી કોલેજ માટે પાલિકાના શાળાઓના વિદ્યાર્થીઓની બેન્ચ ફાળવી દેવાના ઓર્ડર બાદ બેન્ચ લઈ જવાતા મોટો વિવાદ ઉભો થયો છે.સમિતિના વિદ્યાથીઓના ભોગે ફાળવી દેવાતા વિદ્યાર્થીઓને આ વરસાદમાં જમીન પર બેસવું પડતું હોવાથી વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે.વિદ્યાર્થીઓ માટેની બેન્ચીસ વિદ્યાર્થીઓને જ ફાળવી દેવા માટેની પ્રબળ માંગણી થઈ રહી છે.


બાળકોનો વિચાર કર્યા વિના જ બેન્ચો કોલેજમાં મોકલી દેવાઈ:

બાળકોનો વિચાર કર્યા વિના જ બેન્ચો કોલેજમાં મોકલી દેવાઈ:

શિક્ષણ સમિતિના શાસનાધિકારીએ ઈશ્વર નગર અને અન્ય શાળામાં શાળા ક્રમાંક 47,66,140,146,246,247 મળીને કુલ 370 બેન્ચ કોલેજને ફાળવવા માટે 19 જુનના રોજ આદેશ કરવામાં આવ્યો હતો.આ પત્રના બીજા જ દિવસે 20 જૂનના રોજ ગરીબ બાળકોનો વિચાર કર્યા વિના જ બેન્ચ કોલેજમાં શિફ્ટ કરી દેવામા આવી છે.આ નિર્ણય સામે વાલીઓમાં ભારે આક્રોશ છે.આ વિસ્તારના સમાજ સેવક રૂપેશ દેશમુખ કહે છે.પ્રાથમિક બાળકોનો હક્ક છીનવી કોલેજના બાળકોને અનઅધિકૃત રીતે આપવામાં આવેલ છે જે યોગ્ય નથી.

આ નિર્ણયના કારણે બેન્ચ પર બેસતા ગરીબ બાળકો હવે જમીન પર બેસી અભ્યાસ કરી રહ્યાં છે જે ઘણી જ દુઃખની વાત છે.આ બેન્ચ સર્વ શિક્ષા અભિયાન હેઠળ સમિતિના વિદ્યાર્થીઓ માટે આવી હતી તો કોલેજને શા માટે ફાળવી દેવામાં આવી તે અંગે કોઈ ખુલાસો કર્યો નથી જોકે,કોલેજ સરકારી હોય સરકારે આ વિદ્યાર્થીઓ માટે સુવિધા ઉભી કરવાની હોય છે તેના બદલે સમિતિના વિદ્યાર્થીઓનો હક્ક છીનવીને કોલેજના વિદ્યાર્થીઓને સુવિધા આપવામાં આવે છે જે યોગ્ય નથી.ગરીબ વિદ્યાર્થીઓને બેન્ચ આપવામાં આવે અને કોલેજના વિદ્યાર્થીઓ માટે સરકાર બેન્ચની વ્યવસ્થા કરે તેવી માંગણી વાલીઓ કરી રહ્યાં છે.


લગભગ આઠ હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે :

લગભગ આઠ હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે :

સુરતની પ્રજા લાંબા સમયથી સરકારી કોલેજની માંગણી પુરી કરવા માટે સરકારે મોટા ઉપાડે લિંબાયતમાં સરકારી કોલેજની જાહેરાત કરી હતી. જોકે,સરકારે જગ્યાની ફાળવણી કરી ન હોવાથી ભાજપ શાસકોએ સુરતના ભાવિ એવા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના ભોગે લિંબાયત ઈશ્વર નગરના એક કેમ્પસમાં આઠ હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તે શાળામાં કોલેજ માટે એક બે નહી પરંતુ 15 ઓરડા ફાળવી દીધા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top