Gujarat Heavy Rain: ફળિયામાં રમી રહેલી 2 બાળાઓના પગ લપસતા તણાઇ, એકનું મોત- એકને ફાયર વિભાગે બચાવી
Daman News: મેઘરાજાએ સિઝનની શરૂઆતમાં જ દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતનાં ઘણા જિલ્લાઓને પોતાના બાનમાં લઈને ધમરોળી નાખ્યા છે, જેને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે, અનેક રસ્તાઓ જાણે કે થંભી ગયા છે, નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો પર તો માથે આભ તૂટી પડી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. શરૂઆતી વરસાદે જ ભારે તારાજી સર્જી છે. એવામાં ઘણા એવા હૃદયદ્રાવક દૃશ્યો જોવા મળ્યા. આવી જ એક ઘટના દમણથી પણ સામે આવી છે.
દમણના કેવળી ફળિયા પાસે નાળ પાસે સોનાક્ષી અને શોભા નામની 2 બાળા રમી રહી હતી, ત્યારે જ તેમના પગ લાપસી જતા તણાઈ ગઇ હતી, જેમાં સોનાક્ષીનું કરુણ મોત થઇ ગયું છે. જ્યારે બીજી બાળકીને સ્થાનિકો અને ફાયર વિભાગની ટીમ દ્વારા બચાવી લેવામાં આવી હતી. તો છોટા ઉદેપુરના સૂરખેડાના વહેલી સવારે 4:00 વાગ્યે દિવાલ પડી જતા લોકોએ ઊંઘમાંથી ઉઠીને ભાગવું પડ્યું હતું. સદનસીબે પરિવારના તમામ લોકોને બચાવી લેવાયા હતા જ્યારે વરસાદના કારણે ઘરવખરી અને સામાન ભીનો થઈ ગયો હતો.
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે 9 જિલ્લામાં ઓરેન્જ અને 14 તાલુકામાં યલો એલર્ટ છે. રથયાત્રાના દિવસે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે અને આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદ ચાલુ રહેશે. 28 જૂન સુધી ગુજરાતમાં 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. નાગરિકોને નીચાણવાળા વિસ્તારોથી દૂર રહેવા, વીજળીના થાંભલા અને પાણી ભરાયેલા વિસ્તારોથી સાવચેત રહેવા વિનંતી છે. જરૂર વગર બહાર ન નીકળવું અને સરકારી સૂચનાઓનું પાલન કરવું સલાહભર્યું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp