આતંકીઓનો ખાત્મો કોણ બોલાવી રહ્યું છે? અજાણ્યા ઇસમોએ પાકિસ્તાનમાં લશ્કરના આતંકી સૈફુલ્લાહ ખાલિદનો ખેલ પાડી દીધો
Abu Saifullah: લશ્કર-એ-તૈયબાનો ટોચનો આતંકવાદી સૈફુલ્લાહ ખાલિદની પાકિસ્તાનમાં અજાણ્યા ઇસમોએ હત્યા કરી દીધી છે. તે લાંબા સમયથી નેપાળથી પોતાની નાપાક હરકતોને ઓપરેટ કરી રહ્યો હતો. જોકે, હાલમાં તે સિંધ પ્રાંતના બદીન અને હૈદરાબાદમાં લશ્કર-એ-તૈયબાની ભરતી અને નાણાંકીય વ્યવસ્થા માટે જવાબદાર હતો. તે રઝાઉલ્લાહના નામથી છુપાઈને રહેતો હતો.
સૈફુલ્લા ખાલિદ લશ્કર-એ-તૈયબાનો ઓપરેટિવ હતો. લશ્કર-એ-તૈયબાએ ભારતમાં હુમલાની તૈયારી કરવાની તૈયારી માટે ટાસ્ક આપ્યું હતું. ત્યારબાદ તેણે ઘણા વર્ષો સુધી નેપાળમાં એક ઠેકાણું બનાવીને ત્યાંથી ભારતમાં સતત આતંકવાદી હુમલાઓ કરાવતો રહ્યો, પરંતુ જ્યારે ભારતીય ગુપ્તચર એજન્સીને તેની બાબતે માહિતી મળી, ત્યારે તે નેપાળથી ભાગીને પાકિસ્તાનમાં છુપાઈ ગયો. તે ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હતો. સૈફુલ્લાહ નેપાળથી વિનોદ કુમાર અને અન્ય ઘણા નામો સહિત વિવિધ નામોથી આતંકવાદી ગતિવિધિઓ ચલાવી રહ્યો હતો. પાકિસ્તાનમાં અજાણ્યા ઇસમોએ તેનો હવે ખેલ પાડી દીધો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp