Hydropower Project: પાકિસ્તાન પર ભારતની વૉટર સ્ટ્રાઈક, આ નદી પર ક્ષી પાવર પ્રોજેક્ટને મળી લીલી ઝંડી
Sawalkot hydro project on Chenab: ભારતે પાડોશી દેશ પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો છે. 4 દાયકાથી વધુના વિલંબ બાદ ભારતે આખરે સાવલકોટ પાવર પ્રોજેક્ટનું બાંધકામ ટૂંક સમયમાં શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ભારત સરકારે જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં આ મહત્ત્વાકાંક્ષી પાવર પ્રોજેક્ટ માટે આંતરરાષ્ટ્રીય ટેન્ડર આમંત્રિત કર્યા છે. 1856 મેગાવોટ પાવર પ્રોજેક્ટ માટે ઓનલાઈન બિડ સબમિટ કરવાની છેલ્લી તારીખ 10 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે.
સિંધુ જળ સંધિ સ્થગિત કર્યા બાદ આ બંધ પ્રોજેક્ટને ફરીથી શરૂ કરવાથી પાકિસ્તાનને બમણો માર પડશે. નિષ્ણાંતોનું કહેવું છે કે, પાકિસ્તાન તરફ વહેતા પાણીને રોકવા માટે આપણને પાણી સંગ્રહ ક્ષમતા વધારવાની જરૂર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સાવલકોટ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ, ભારત સિંધુ નદીના પાણીનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકશે.
પહેલગામ આતંકી હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કરી દીધું હતું કે ટ્રેડ અને ટેરર, પાણી અને લોહી, ગોળી અને બોલી એક સાથે નહીં હોય શકે. પહેલગામ આતંકી હુમલાના તુરંત બાદ ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ સસ્પેન્ડ કરી દીધી હતી. ભારત સરકારના આ નિર્ણય પર પાકિસ્તાન બોખલાઈ ગયું હતું.
સિંધુ નદીની 5 સહાયક નદીઓ છે જે રાવી, બિયાસ, સતલજ, ઝેલમ અને ચિનાબ છે. રાવી, બિયાસ અને સતલજ નદીઓને પૂર્વી નદીઓ, જ્યારે ચિનાબ, ઝેલમ અને સિંધુને પશ્ચિમી નદીઓ કહેવામાં આવે છે. તેમનું પાણી ભારત અને પાકિસ્તાન બંને માટે મહત્ત્વપૂર્ણ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp