Trump Tariff: ટ્રમ્પનું ભૂત ભારત ભણી ધૂણ્યું, પહેલા 25 ટકા ટેરિફ લગાવ્યો અને હવે 6 ભારતીય કંપની

Trump Tariff: ટ્રમ્પનું ભૂત ભારત ભણી ધૂણ્યું, પહેલા 25 ટકા ટેરિફ લગાવ્યો અને હવે 6 ભારતીય કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ; તેલનો છે આખો ખેલ

07/31/2025 World

SidhiKhabar

SidhiKhabar

Trump Tariff: ટ્રમ્પનું ભૂત ભારત ભણી ધૂણ્યું, પહેલા 25 ટકા ટેરિફ લગાવ્યો અને હવે 6 ભારતીય કંપની

Trump administration sanctions 6 Indian companies: એક તરફ અમેરિકાએ ભારત પર 25% ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે, જ્યારે બીજી તરફ ટ્રમ્પ વહીવટીતંત્ર આટલામાં જ માની રહ્યું નથી. રશિયા સાથે વેપાર કરવા બદલ દંડની જાહેરાત કરવામાં આવી છે, જ્યારે ઈરાન સાથે પેટ્રોલિયમ ઉત્પાદનોના વ્યવહાર માટે ભારત સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને આ અંતર્ગત 6 ભારતીય કંપનીઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેમાં અલકેમિકલ સોલ્યૂશન્સ પ્રાઇવેટ લિમિટેડ, ગ્લોબલ ઇન્ડસ્ટ્રિયલ કેમિકલ્સ લિમિટેડ, જ્યૂપિટર ડાય કેમ પ્રાઇવેટ લિમિટેડ જેવી કંપનીઓનો સમાવેશ થાય છે.


રશિયા જ નહીં, ઈરાન સાથે વ્યવસાય પણ ટ્રમ્પને મંજૂર નથી

રશિયા જ નહીં, ઈરાન સાથે વ્યવસાય પણ ટ્રમ્પને મંજૂર નથી

જ્યારે અમેરિકાએ રશિયા સાથે વેપાર કરવા બદલ ભારત પર દંડ લગાવવાની જાહેરાત કરી છે, ત્યારે ઈરાન સાથે પેટ્રોલિયમ ઉત્પાદનોનો વ્યવહાર કરતી ભારતીય કંપનીઓ પણ અમેરિકાના નિશાના પર આવી છે. અમેરિકન વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 7 ભારતીય કંપનીઓ પર એક્ઝિક્યૂટિવ ઓર્ડર (E.O.) 13846 હેઠળ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્રનો આ નિર્ણય ખરેખર ઈરાનના પેટ્રોલિયમ અને પેટ્રોકેમિકલ ક્ષેત્રને સીધો ટારગેટ કરે છે.

આ ભારતીય કંપનીઓ પર પ્રતિબંધની જાહેરાત કરતા ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર તરફથી આરોપ લગાવ્યો છે કે તેઓ જાણી જોઈને ઈરાની પેટ્રોલિયમ ઉત્પાદનોની ખરીદી અને વિતરણ માટે મહત્ત્વપૂર્ણ લેવડ-દેવડમાં સામેલ છે, જે ઈરાન પર લગાવવામાં આવેલા અમેરિકન પ્રતિબંધોનું સીધું ઉલ્લંઘન છે.


આ કંપનીઓ પર લગાવવામાં આવ્યો પ્રતિબંધ

આ કંપનીઓ પર લગાવવામાં આવ્યો પ્રતિબંધ

અમેરિકા તરફથી પ્રતિબંધિત કરવામાં આવેલી ભારતીય કંપનીમાં દેશના કેટલાક મુખ્ય પેટ્રોકેમિકલ બિઝનેસ ગ્રુપ સામેલ છે. તેમાં કંચન પોલીમરનું નામ છે, જેને તાનાઇસ ટ્રેડિંગ પાસે પોલિઇથિલીન સહિત 1.3 મિલિયન અમેરિકન ડોલરથી વધુ મૂલ્યની પેટ્રોકેમિકલ પ્રોડક્ટસનું આયાત અને ખરીદી કરી છે, જેના કારણે તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top