F-35 Fighter Jet Crash: અમેરિકા જેના પર આટલું ઘમંડ કરે છે તે શક્તિશાળી F-35 ફાઇટર જેટ ક્રેશ
US Navy F 35 fighter jet crashes near California base: બુધવારે સાંજે અમેરિકાના કેલિફોર્નિયામાં એક મોટો અકસ્માત થયો હતો. અમેરિકન નૌકાદળનું એક F-35 ફાઇટર પ્લેન નેવલ એર સ્ટેશન લેમૂર નજીક ક્રેશ થઈ ગયું હતું. આ અકસ્માત સ્થાનિક સમય મુજબ સાંજે 6:30 વાગ્યે થયો હતો. અમેરિકન નૌકાદળના જણાવ્યા અનુસાર, વિમાનમાં સવાર પાયલટે સમયસર પેરાશૂટમાંથી બહાર નીકળીને પોતાનો જીવ બચાવ્યો હતો.
નૌકાદળ દ્વારા જાહેર કરાયેલા એક પ્રેસ સ્ટેટમેન્ટમાં જણાવાયું છે કે, આ વિમાન સ્ટ્રાઈક ફાઇટર સ્ક્વોડ્રન VF-125 રફ રાઇડર્સનું ભાગ હતું. આ યુનિટ ફ્લીટ રિપ્લેસમેન્ટ સ્ક્વોડ્રન તરીકે કામ કરે છે, જેનું મુખ્ય કાર્ય પાયલટ્સ અને એરક્રૂને ટ્રેનિંગ આપવાનું હોય છે. લેમૂર નેવલ બેઝ અમેરિકના કેલિફોર્નિયા રાજ્યમાં સ્થિત છે અને તે ફ્રેસ્નો શહેરથી લગભગ 64 કિલોમીટર દક્ષિણપશ્ચિમમાં આવે છે.
View this post on Instagram A post shared by SidhiKhabar (@sidhikhabar)
A post shared by SidhiKhabar (@sidhikhabar)
ક્રેશનું સાચું કારણ શું હતું તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. અમેરિકન નૌકાદળ દ્વારા તપાસ કરવામાં આવી છે. રાહતની વાત છે કે આ અકસ્માતમાં અન્ય કોઈ વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ નથી. આ અકસ્માત એવા સમયે થયો છે જ્યારે અમેરિકાની લશ્કરી ટેક્નોલોજી અને સુરક્ષા પગલાં અંગે ઘણા સવાલ ઉભા થયા છે. F-35ને વિશ્વના સૌથી અદ્યતન ફાઇટર જેટમાંથી એક માનવામાં આવે છે, એટલે તેનું ક્રેશ થવું નિશ્ચિત રૂપે મોટા સવાલ ઉભા કરે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp