Bomb Threat: ‘પાકિસ્તાન તરફથી ભારતમાં બોમ્બ બ્લાસ્ટ કરીશું..’, આ શહેરની હાઉસિંગ સોસાયટીની દીવાલ પર લખ્યો ધમકી ભરેલો સંદેશ
Will Blast India from Pakistan Bomb Threat Caused Panic in Bengaluru Housing Society: બેંગલુરુથી એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક હાઉસિંગ સોસાયટીની દીવાલ પર લખેલા ધમકીભર્યા સંદેશથી ખળભળાટ મચી ગયો છે. દીવાલ પર લખેલું હતું- ‘Will Blast India from Pakistan’ (પાકિસ્તાન તરફથી ભારતમાં બોમ્બ બ્લાસ્ટ કરીશું). આ મામલો સામે આવતા જ વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો અને તાત્કાલિક પોલીસ અને બોમ્બ સ્ક્વોડને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. આ એપાર્ટમેન્ટ પરિસરમાં લગભગ 300 પરિવારો રહે છે.
આ ઘટના બેંગ્લોરના પોશ વિસ્તાર કોડીગેહલ્લીમાં સ્થિત આલ્ફાઇન પિરામિડની હતી. જ્યાં સ્થાનિક રહેવાસીઓએ સોસાયટીની દીવાલ પર આ શંકાસ્પદ અને ઉશ્કેરણીજનક સંદેશ જોયો. તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરીને બોમ્બ સ્ક્વોડ તપાસ શરૂ કરી છે. ડોગ સ્ક્વોડ અને ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલમાં, કોઈ શંકાસ્પદ વસ્તુની પુષ્ટિ થઈ નથી, પરંતુ સાવચેતી તરીકે સુરક્ષા વધારી દેવામાં આવી છે. CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, આ મામલો મજાક અથવા માનસિક રીતે અસ્થિર વ્યક્તિનું કૃત્ય હોઈ શકે છે, પરંતુ કોઈપણ જોખમને અવગણી શકાય નહીં. આ કેસની તપાસ ચાલી રહી છે અને આ સંદેશ કોણે અને ક્યારે લખ્યો તે જાણવા માટે CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.
આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે સ્વતંત્રતા દિવસને લઈને દેશભરમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક છે. પોલીસે લોકોને અફવાઓથી દૂર રહેવા અને કોઈપણ શંકાસ્પદ ગતિવિધિની તાત્કાલિક જાણ કરવા અપીલ કરી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp