‘પાકિસ્તાન 5 વર્ષ સુધી યુદ્ધ..’, શાહે પહેલી વખત બતાવ્યું ઓપરેશન સિંદૂરથી આતંકિસ્તાનમાં કેટલી તબાહી મચી
ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનની પરિસ્થિતિ અંગે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ભારતની જવાબી કાર્યવાહીથી પાકિસ્તાનના જાસૂસી નેટવર્કને સંપૂર્ણ ધ્વસ્ત કરી દેવામાં આવ્યું છે અને હવે તે લાંબા સમય સુધી સંપૂર્ણ માહિતી સાથે કોઈ પણ યુદ્ધ નહીં લડી શકે. પૂંછના BSF કેમ્પમાં જવાનોને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું કે, તમે એક એક કરીને તેમની આખી સર્વિલાન્સ સિસ્ટમ નષ્ટ કરી દીધી. તેને ફરીથી સ્થાપિત કરવામાં 4-5 વર્ષ લાગી શકે છે.
ગૃહમંત્રીએ BSF તરફથી મળેલા અહેવાલના સંદર્ભે કહ્યું કે પાકિસ્તાનનું આખું ઇલેક્ટ્રોનિક સર્વિલાન્સ નેટવર્ક નષ્ટ કરી દેવામાં આવ્યુ છે. હવે તે લાંબા સમય સુધી કોઈ પણ યુદ્ધ નહીં લડી શકે, જેમાં તેની પાસે આપણા વિશે સંપૂર્ણ માહિતી હોય. તેનો અર્થ એ છે કે પાકિસ્તાની સેના હવે સરહદો પર, સાયબર કે એરસ્પેસમાં ભારતની ગતિવિધિઓનું સચોટ નિરીક્ષણ નહીં કરી શકે.
અમિત શાહે કહ્યું કે BSFએ માત્ર 3 દિવસમાં જમ્મુ ફ્રન્ટિયરમાં 118થી વધુ પાકિસ્તાની ચોકીઓ ધ્વસ્ત કરી દીધી. તેમણે કહ્યું કે, આટલી મોટી સંખ્યામાં ચોકીઓને એકસાથે નષ્ટ કરવી એ કોઈપણ લશ્કરી કાર્યવાહીમાં ખૂબ મોટી વાત છે. ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાને ભારતના રેશિડેન્શિયલ વિસ્તારોને નિશાન બનાવ્યા ત્યારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
ગૃહમંત્રીએ કહ્યું કે, BSF એ એવું ફોર્સ છે જે શાંતિના સમયમાં પણ સરહદ પર દુશ્મનની ગતિવિધિઓ પર નજર રાખે છે અને માહિતી સંગ્રહ કરે છે. સૈનિકોની તૈયારી અને તત્પરતાની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે, દરેક ભારતીય બાળક જાણે છે કે BSF દેશની સુરક્ષાની પહેલી દીવાલ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp