Donald Trump on Canada: ટ્રમ્પની મોટી જાહેરાત, ‘જ્યાં સુધી કેનેડા ટેક્સ નહીં હટાવે, ત્યાં સુધી...’
Donald Trump on Canada: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફોક્સ ન્યૂઝને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, જ્યાં સુધી કેનેડા કેટલાક ટેક્સ નાબૂદ નહીં કરે ત્યાં સુધી અમેરિકા અને કેનેડા વચ્ચે ચાલી રહેલી વેપાર વાટાઘાટો આગળ નહીં વધે. તેમણે કેનેડાને ખરાબ વર્તન કરનારો દેશ ગણાવ્યો. તેમણે કહ્યું કે તેઓ કેટલાક ટેક્સ, વિશેષ રૂપે ડિજિટલ સર્વિસ ટેક્સ (DST) દૂર કરવાની માગ કરી રહ્યા છે, જે સોમવારથી લાગૂ થવા જઈ રહ્યા છે અને એમેઝોન, ગૂગલ અને મેટા જેવી અમેરિકન ટેક કંપનીઓને પ્રભાવિત કરશે. આ ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે એ પણ ખુલાસો કર્યો કે તેમણે ટિકટોક માટે એક ખરીદનાર શોધી લીધો છે, જે કેટલાક ‘ખૂબ જ અમીર લોકોનું જૂથ’ છે. તેઓ લગભગ 2 અઠવાડિયામાં આ જૂથનું નામ સાર્વજનિક કરશે.
આ જ વાતચીતમાં તેમણે ઈરાનને લઈને પોતાના જૂના દાવાઓનો પણ પુનરાવર્તન કર્યો. ટ્રમ્પે કહ્યું કે ઈરાનનો પરમાણુ કાર્યક્રમ નષ્ટ કરી દેવાયો છે અને તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ઈરાન ટૂંક સમયમાં કોઈ પરમાણુ બોમ્બ બનાવી નહીં શકે. તેમણે કહ્યું કે, ‘તેઓ નજીકના ભવિષ્યમાં પરમાણુ હથિયાર હાંસલ નહીં કરી શકે. અમારે તેમના પર હુમલો કરવો પડ્યો કારણ કે તેઓ પરમાણુ બોમ્બ બનાવવાની નજીક હતા.’
આ અગાઉ શુક્રવારે ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ પર કેનેડાના DSTને અમેરિકા પર સીધો અને સ્પષ્ટ હુમલો ગણાવતા તમામ વેપાર વાટાઘાટો તાત્કાલિક પ્રભાવથી સમાપ્ત કરવાની જાહેરાત પણ કરી હતી. તેમણે ચેતવણી પણ આપી હતી કે આગામી 7 દિવસમાં કેનેડિયન માલ પર નવા ટેરિફની જાહેરાત કરવામાં આવશે. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ અત્યાર સુધી આ અંગે સાર્વજનિક રૂપે કોઈ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ તેમની સરકારે ડિજિટલ સર્વિસ ટેક્સ લાદવાનો બચાવ કર્યો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp