અમેરિકામાં ઓસ્ટ્રેલિયાના રિપોર્ટરને પોલિસકર્મીએ ખુલ્લેઆમ ગોળી મારી, જુઓ વીડિયો
અમેરિકાના લોસ એન્જિલસમાં ભયંકર અશાંતિ ફેલાયેલી છે. આ દરમિયાન એક વિદેશી પત્રકારને ગોળી મારવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક મહિલા રિપોર્ટર ઘટનાસ્થળે રિપોર્ટિંગ કરી રહી હતી. ત્યારે જ પાછળ ઊભા રહેલા એક પોલીસ કર્મચારીએ તેના પગમાં ગોળી મારી દીધી. જે મહિલા રિપોર્ટરને પગમાં ગોળી વાગી હતી. આ રિપોર્ટર ઓસ્ટ્રેલિયાની હોવાનું કહેવાય છે. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે લોસ એન્જિલસમાં અશાંતિ દરમિયાન, પોલીસે ઓસ્ટ્રેલિયન રિપોર્ટરને પગમાં ગોળી મારી દીધી. મહિલા રિપોર્ટરનું નામ લોરેન ટોમાસી હોવાનું કહેવામા આવી રહ્યું છે. તે લોસ એન્જિલસમાં વિરોધ પ્રદર્શન દરમિયાન લાઈવ ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરી રહી હતી. પત્રકારનું કહેવું છે કે એક અધિકારીએ તેને જાણી જોઈને નિશાન બનાવી હતી.
બે દિવસ અગાઉ, ટ્રમ્પ પ્રશાસન દ્વારા કેટલાક વિસ્તારોમાં દેશનિકાલ માટે દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ, કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમના પર અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેવાનો આરોપ હતો. આ ઘટના બાદ જ, ફેડરલ ઇમિગ્રેશનના દેશનિકાલ અભિયાન સામે વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયું અને તેણે હિંસક અથડામણનું સ્વરૂપ લઈ લીધું.
ઓસ્ટ્રેલિયન મીડિયા હાઉસના રિપોર્ટર લોરેન ટોમાસી હિંસક વિરોધ પ્રદર્શનોનું લાઈવ રિપોર્ટિંગ કરી રહી હતી. તેનો આરોપ છે કે આ દરમિયાન ભીડને વિખેરવા માટે ઉપયોગમાં લેવાતી રબરની ગોળી તેના પર ઉપયોગ કરવામાં આવી હતી. તે આરામથી રિપોર્ટિંગ કરી રહી હતી. ત્યારબાદ પાછળ ઉભેલા એક પોલીસ અધિકારીએ તેમના પગમાં ગોળી મારી હતી.
વીડિયોમાં પણ ગોળી મારવાની ઘટના કેદ થઈ હતી. તેમનું કહેવું છે કે તે કલાકો સુધી તે વિસ્તારમાં ઉભી રહીને વિરોધ પ્રદર્શનનું કવરેજ કરી રહી હતી. ત્યારબાદ પરિસ્થિતિ ઝડપથી બગડી. પછી, લોસ એન્જિલસ પોલીસ (LAPD) ઘોડા પર સવાર થઈને આગળ વધી અને રબરની ગોળી ચલાવવાનું શરૂ કર્યું. આ દરમિયાન, કેમેરો થોડીવાર માટે ડાબી તરફ ફેરવ્યો. તેમાં હથિયારથી લેસ અધિકારીઓની એક હરોળ દેખાય છે, જેમાંથી એક તેની રાઇફલ ઉંચી કરે છે અને સીધો ટોમાસી પર નિશાન સાધતો જોવા મળે છે.
U.S. Correspondent Lauren Tomasi has been caught in the crossfire as the LAPD fired rubber bullets at protesters in the heart of Los Angeles. #9NewsLATEST: https://t.co/l5w7JxixxB pic.twitter.com/nvQ7m9TGLj — 9News Australia (@9NewsAUS) June 9, 2025
U.S. Correspondent Lauren Tomasi has been caught in the crossfire as the LAPD fired rubber bullets at protesters in the heart of Los Angeles. #9NewsLATEST: https://t.co/l5w7JxixxB pic.twitter.com/nvQ7m9TGLj
ગોળીનો અવાજ સાથે જ, ટોમાસી ચીસો પાડવા લાગે છે અને પાછળથી એક અવાજ આવે છે કે તમે હમણાં જ રિપોર્ટરને ગોળી મારી છે. બેકગ્રાઉંડમાં, રિપોર્ટરનો પીડાથી કણસવાનો અવાજ સ્પષ્ટપણે સંભળાય છે. જોકે તેનાથી ટોમાસી ઇજાગ્રસ્ત તો થઈ, પરંતુ તેને કોઈ નુકસાન પહોંચ્યું નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp