Video: કપિલ શર્માના રેસ્ટોરાં પર આતંકીએ કર્યું ફાયરિંગ, આ વાતથી નારાજ હતો આરોપી

Video: કપિલ શર્માના રેસ્ટોરાં પર આતંકીએ કર્યું ફાયરિંગ, આ વાતથી નારાજ હતો આરોપી

07/11/2025 World

SidhiKhabar

SidhiKhabar

Video: કપિલ શર્માના રેસ્ટોરાં પર આતંકીએ કર્યું ફાયરિંગ, આ વાતથી નારાજ હતો આરોપી

Firing at Kapil Sharma's cafe in Canada: કેનેડામાં કપિલ શર્માના કાફેમાં ફાયરિંગ થઈ છે. આ ફાયરિંગમાં કોઈને ઈજા થઈ નથી. કપિલ શર્માએ કેનેડામાં એક નવું રેસ્ટોરાં ખોલ્યું છે. કેનેડિયન પોલીસે હુમલાખોરોની શોધ શરૂ કરી દીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે આતંકવાદી હરજીત સિંહ લાડીએ હુમલાની જવાબદારી લીધી છે. હરજીત સિંહ લાડી NIAનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી છે અને ગુનાહિત ગતિવિધિઓમાં સામેલ છે. આરોપી હરજીતે દાવો કર્યો છે કે તે કપિલ શર્માની કેટલીક ટિપ્પણીઓથી નારાજ હતો, ત્યારહબાદ તેણે આ પગલું ઉઠાવ્યું છે.


આરોપી NIAનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી

આરોપી NIAનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી

હરજીત સિંહ લાડી NIAનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી છે અને ગુનાહિત ગતિવિધિઓમાં સામેલ છે. આરોપી હરજીતે દાવો કર્યો છે કે તે કપિલ શર્માની કેટલીક ટિપ્પણીઓથી નારાજ હતો, ત્યારહબાદ તેણે આ પગલું ઉઠાવ્યું છે.

કપિલ શર્મા હાલમાં તેના નેટફ્લિક્સ શો 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શૉ'ના ત્રીજા સીઝનમાં વ્યસ્ત છે. આ સાથે કપિલ શર્માએ તાજેતરમાં કેનેડામાં એક કાફે ખોલ્યું હતું. કપિલ શર્માએ તેના સોફ્ટ લોન્ચિંગમાં પણ હાજરી આપી હતી. ગત દિવસોમાં કપિલ શર્માની પત્ની ગિન્નીએ પણ કાફેનો એક વીડિયો શેર કર્યો હતો અને અહીં આવનારા લોકોનો આભાર માન્યો હતો. હવે કેનેડાના એક આતંકવાદીએ કપિલના આ કાફે પર ફાયરિંગ કર્યું છે. હવે પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે. આ ફાયરિંગનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.


કપિલના કેનેડામાં લાખો ચાહકો છે

કપિલના કેનેડામાં લાખો ચાહકો છે

કેનેડામાં રહેતા ખાલિસ્તાની આતંકવાદી હરમીત સિંહ કપિલ શર્માના કેટલાક નિવેદનોથી નારાજ હતો અને તેણે આ ફાયરિંગની જવાબદારી લીધી છે. તાજેતરમાં કપિલ શર્માએ આ કાફે ખોલ્યું છે અને તેની પત્ની ગિન્ની ચતરથ સાથે તેને ચલાવવાનું શરૂ કર્યું હતું. તાજેતરમાં કપિલ શર્માની પત્ની ગિન્નીએ તેનો એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેનો લક્ઝરી લુક સામે આવ્યો છે. આ રેસ્ટોરાં બાદ, ફિલ્મ સ્ટાર્સે તેમને અભિનંદન પાઠવ્યા હતા. કિકુ શારદાએ પણ આ પોસ્ટ પર ટિપ્પણી કરી અને ગિન્નીને નવા કાફે માટે અભિનંદન આપ્યા હતા.

કપિલ શર્મા હવે ભારતની બહાર પણ સ્ટાર માનવામાં આવે છે. ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં કપિલ શર્માના ચાહકો છે. એટલું જ નહીં, કપિલ શર્માને ઘણીવાર આ દેશોમાં શૉ માટે પણ બોલાવવામાં આવે છે. કપિલ શર્માએ કેનેડામાં ઘણા શૉ પણ કર્યા છે. આ કારણે કપિલે અહીં પોતાનું રેસ્ટોરાં ખોલ્યું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top