Rape and Murder Case: 8 વર્ષની છોકરીની બળાત્કાર બાદ હત્યા, માત્ર 25 દિવસમાં કોર્ટે સંભળાવી દીધી

Rape and Murder Case: 8 વર્ષની છોકરીની બળાત્કાર બાદ હત્યા, માત્ર 25 દિવસમાં કોર્ટે સંભળાવી દીધી આજીવન કેદની સજા

08/01/2025 National

SidhiKhabar

SidhiKhabar

Rape and Murder Case: 8 વર્ષની છોકરીની બળાત્કાર બાદ હત્યા, માત્ર 25 દિવસમાં કોર્ટે સંભળાવી દીધી

Rape and Murder Case: એક સમય હતો જ્યારે લોકો ન્યાયની આશામાં કોર્ટ જતા-જતા પોતાની જિંદગી વીતી જતી હતી, પરંતુ તેમના કેસોમાં ચૂકાદો મળતો નહોતો. તારીખ પર તારીખ મળતી, પરંતુ ન્યાય મળતો નહોતો. પરંતુ સમય સાથે-સાથે ન્યાય વ્યવસ્થા પણ બદલાઈ રહી છે. ખાસ કરીને બળાત્કારના કેસોમાં, કોર્ટ શક્ય તેટલા ઓછા સમયમાં પોતાનો ચૂકાદો આપી રહી છે. તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં આવો કેસ સામે આવ્યો છે.


ગુનેગારને આજીવન કેદની સજા

ગુનેગારને આજીવન કેદની સજા

અહીંની એક ફાસ્ટ ટ્રેક કોર્ટે ગયા મહિને 8 વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાના કેસમાં ગુનેગારને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે ચૂકાદામાં એમ પણ કહ્યું છે કે, ગુનેગારને તેના છેલ્લા શ્વાસ સુધી જેલના સળિયા પાછળ રાખવામાં આવશે. સ્પેશિયલ જજ (ફાસ્ટ ટ્રેક કોર્ટ) મુમતાઝ અલીએ બુધવારે આરોપી કૌશલને છોકરી પર બળાત્કાર અને હત્યાનો દોષી ઠેરવ્યો અને તેને સજા ફટકારી.

સ્પેશિયલ જજે ગુનેગાર કૌશલના પિતા અર્જૂન સિંહ, માતા રાધા અને ભાઈ મનીષને પણ આ કેસમાં મદદ કરવા બદલ દોષિત ઠેરવ્યા છે અને તેમને 7 વર્ષની સજા ફટકારી છે. આ ઘટના 18 જૂને નરખી પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં બની હતી. પીડિતા છોકરી તેની નાનીના ઘરે ગઈ હતી. આ દરમિયાન કૌશલ તેને પોતાના ઘરે લઈ ગયો. ત્યાં તેણે સગીર છોકરીને પોતાની વાસનાનો શિકાર બનાવી હતી.


પીડિતાના પરિવારે BNS અને POCSO હેઠળ નોંધાવ્યો હતો કેસ

પીડિતાના પરિવારે BNS અને POCSO હેઠળ નોંધાવ્યો હતો કેસ

અધિક પોલીસ અધિક્ષક રવિશંકર પ્રસાદે ગુરુવારે જણાવ્યું હતું કે છોકરી પર બળાત્કાર કર્યા બાદ કૌશલે તેની હત્યા કરી હતી. તેના શરીરને ઈંટો નીચે દાટી દેવામાં આવ્યું હતું. પીડિતાના પરિવારે કૌશલ, અર્જુન, રાધા અને મનીષ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા અને POCSO એક્ટ હેઠળ કેસ દાખલ કરાવ્યો હતો. પોલીસે મૃતદેહ કબજે કર્યો અને આરોપીઓની ધરપકડ કરી અને તેમને જેલમાં મોકલી દીધા.

આ પછી, કેસ 25 દિવસ સુધી કોર્ટમાં ચાલ્યો. આ દરમિયાન 9 સાક્ષીઓ અને પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા. પોલીસની તત્પરતા અને કોર્ટની ઝડપી સુનાવણીને કારણે આટલા ઓછા સમયમાં આ કેસમાં નિર્ણય લેવામાં આવ્યો. આવા નિર્ણયો એક ઉદાહરણથી ઓછા નથી, જે ન્યાયતંત્રમાં લોકોનો વિશ્વાસ ફરીથી સ્થાપિત કરવામાં મદદ કરે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top