Ambalal Patel Forecast: ‘નવી સિસ્ટમ બનશે તો ભૂક્કા કાઢી નાખશે!’ અંબાલાલ પટેલે ઑગસ્ટ મહિનામાં વર

Ambalal Patel Forecast: ‘નવી સિસ્ટમ બનશે તો ભૂક્કા કાઢી નાખશે!’ અંબાલાલ પટેલે ઑગસ્ટ મહિનામાં વરસાદને લઈને કરી આગાહી

08/01/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Ambalal Patel Forecast: ‘નવી સિસ્ટમ બનશે તો ભૂક્કા કાઢી નાખશે!’ અંબાલાલ પટેલે ઑગસ્ટ મહિનામાં વર

Gujarat Rain Forecast: શ્રવણ મહિનાની શરૂઆત થતા જ મેઘરાજાએ ફરીથી પોતાની નવી ઇનિંગ શરૂ કરી દીધી હતી, પરંતુ હવે વરસાદ થોડો ધીમો પડી ગયો. હવે રાજયમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે, ત્યારે હવે અંબાલાલ પટેલનું વરસાદને લઈને આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે, ઑગસ્ટમાં વરસાદ કેવો રહશે.


અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલ પટેલની આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતા જણાવ્યું કે, 1-3 ઑગસ્ટ સુધી વરસાદની આગાહી છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, 6-10 ઑગસ્ટ સુધી વરસાદી ઝાપટા પડશે. 18-22 ઑગસ્ટ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. આંબબાલ પટેલે સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરીછે. તેમણે કહ્યું કે, હજી વરસાદની નવી સિસ્ટમ બની નથી, નવી વરસાદની સિસ્ટમ બનશે એટલે ભૂક્કા કાઢી નાખતો વરસાદ પડી શકે છે.

અંબાલાલ પટેલનું વધુમાં કહ્યું કે, 18-22 ઑગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે અને ઑગસ્ટના છેલ્લા અઠવાડિયામાં નવી વરસાદી સિસ્ટમ બનતા ભારે વરસાદ પડી શકે છે, બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 23 ઑગસ્ટથી પર્વતાકાર વરસાદ પડશે, જ્યાં ચઢે ત્યાં વરસાદ પડે તેવી સ્થિતિ સર્જાશે, ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન વરસાદી માહોલ રહેશે. 27-30 ઑગસ્ટ વરસાદ રહેશે.


રાજ્યમાં 24 કલાકમાં 42 તાલુકામાં વરસાદ

રાજ્યમાં 24 કલાકમાં 42 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરે આપેલા વરસાદના આંકડા પ્રમાણે 31 જુલાઈ 2025 સવારે 6 વાગ્યાથી લઈને 1 ઓગસ્ટ 2025 સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં રાજ્યના 47 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.જેમાં સૌથી વધારે વરસાદ તાપીના સોનગઢમાં 0.59 ઈંચ પડ્યો હતો.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરે આપેલા વરસાદના આંકડા પ્રમાણે 31 જુલાઈ 2025 સવારે 6 વાગ્યાથી લઈને 1 ઓગસ્ટ 2025 સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં રાજ્યના 47 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.જેમાં 23 તાલુકા એવા છે જ્યાં વરસાદે માત્ર હાજરી પુરાવી છે. એટલે કે આ તાલુકામાં 1-2 એમએમ વરસાદ જ નોંધાયો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top