Honda Upcoming Hybrid Cars In India: ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં હાઇબ્રિડ કારની માગ ઝડપથી વધી છે. ઘણી કાર કંપનીઓ હવે પેટ્રોલ-ડીઝલ અને ઇલેક્ટ્રિક વાહનો વચ્ચે સંતુલન બનાવવા માટે હાઇબ્રિડ ટેક્નોલોજી પર કામ કરી રહી છે. હવે હોન્ડા પણ આ રેસમાં સામેલ થઈ ગઈ છે. હાલમાં, હોન્ડા પાસે ભારતમાં માત્ર એક જ હાઇબ્રિડ કાર સિટી e:HEV છે, પરંતુ કંપની હવે તેનાથી પણ સસ્તી હાઇબ્રિડ કાર લાવવાની તૈયારીમાં છે, જેની શરૂઆતની કિંમત લગભગ 15 લાખ રૂપિયા હોઈ શકે છે.
હોન્ડાએ ભારતમાં તેની ભાવિ યોજનાઓ વિશે મોટી જાહેરાત કરી છે. કંપની 2029 સુધીમાં દેશમાં કુલ 5 નવી કાર લોન્ચ કરવા જઈ રહી છે, જેમાં હાઇબ્રિડ SUV, નવી જનરેશન હોન્ડા સિટી, સબ-4 મીટર SUV અને 2 ઇલેક્ટ્રિક કારોનો સમાવેશ થશે. આ બધા મોડેલ હોન્ડાના નવા PF2 મોડ્યૂલર પ્લેટફોર્મ પર આધારિત હશે, જે પેટ્રોલ, હાઇબ્રિડ અને EVના ત્રણેય પાવરટ્રેનને સપોર્ટ કરે છે.
2027- નવી 7-સીટર હાઇબ્રિડ SUVની એન્ટ્રી
હોન્ડા 2027માં એક નવી 7-સીટર SUV રજૂ કરશે, જે વર્તમાન હોન્ડા એલિવેટથી ઉપર પોઝિશન કરવામાં આવશે. આ SUV 1.5-લિટર પેટ્રોલ એન્જિન સાથે મજબૂત હાઇબ્રિડ સિસ્ટમથી સજ્જ હશે, જે તેને ટોયોટા ઇનોવા હાઇક્રોસ જેવી કારની સમકક્ષ ઊભી કરશે. આ કાર હોન્ડાના PF2 પ્લેટફોર્મ પર આધારિત હશે, જે મલ્ટી-એનર્જીને સપોર્ટ કરે છે.
2028માં 6ઠ્ઠી પેઢીની હોન્ડા સિટીનું લોન્ચિંગ
2028માં, હોન્ડા પોતાના લોકપ્રિય મોડેલ સિટીનું છઠ્ઠી પેઢીનું મોડેલ લોન્ચ કરશે. તેમાં પૂરી રીતે નવી ડિઝાઇન, આધુનિક ટેક્નોલોજી અને સારી ફ્યૂલ એફિશિએન્સી સાથે સ્ટ્રોન્ગ હાઇબ્રિડ પાવરટ્રેન શામેલ હશે. આ ઉપરાંત રેગ્યુલર પેટ્રોલ એન્જિનનો વિકલ્પ પણ આપવામાં આવશે. તેનું પ્રોડક્શન મે 2028થી શરૂ થવાની સંભાવના છે.
2029માં નવી સબ-4 મીટર SUV
હોન્ડા 2029માં એક નવી સબ-કોમ્પેક્ટ SUV લોન્ચ કરશે, જે પૂરી રીતે ભારતીય ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવશે. તેને પણ PF2 પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવશે અને તેમાં 1.5-લિટર પેટ્રોલ એન્જિન સાથે મજબૂત હાઇબ્રિડ સિસ્ટમ શામેલ કરી શકાય છે. તેનો મુકાબલો ટાટા નેકસોન અને મારુતિ બ્રેઝા જેવી કાર સાથે સ્પર્ધા કરી શકે છે.
EV Elevate પહેલી ઇલેક્ટ્રિક કાર હશે
હોન્ડા 2026માં EV Elevate તરીકે પોતાની પહેલી ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરશે. આ કાર હાલની Honda Elevate પર આધારિત હશે, પરંતુ તેમાં પૂરી રીતે બેટરી ઇલેક્ટ્રિક પાવરટ્રેન હશે. કંપની ભારતમાં જ તેને મોટા પાયે લોકલાઈઝ કરવાની યોજના બનાવી રહી છે, જેથી તેની કિંમત 15-18 લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે.
EV Elevate બાદ, Honda 2029 સુધીમાં બીજી ઇલેક્ટ્રિક SUV લોન્ચ કરશે, જે EV Elevateથી નીચે પોઝિશન કરવામાં આવશે. આ નવી EV પણ PF2 પ્લેટફોર્મ પર આધારિત હશે અને તેની કિંમત 12-14 લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. આ મોડેલનું ધ્યાન શહેરી ગ્રાહકો અને યુવાન ખરીદદારો પર રહેશે.
હોન્ડાની હાઇબ્રિડ કારોની અંદાજિત કિંમત 15 લાખ રૂપિયાથી શરૂ થઈને 22 લાખ રૂપિયા સુધી જઈ શકે છે, જ્યારે EV Elevateની કિંમત 18 લાખ રૂપિયાની આસપાસ હોઈ શકે છે. નાની EVની કિંમત 12-14 લાખ રૂપિયાની વચ્ચે રાખી શકાય છે. આ કારોનો સીધો મુકાબાલો મારુતિ ગ્રાન્ડ વિટારા, ટોયોટા હાઇરાઇડર, ટાટા નેક્સન ઇવી અને હ્યુન્ડાઇ ક્રેટા ઇવી જેવી કાર સાથે સીધી સ્પર્ધા કરી શકે છે.