BLAએ પાકિસ્તાનના મુખ્ય ISI એજન્ટ બાબૂલ હસ્સાનીના ગાડી સહિત ચીથરેચીથરા ઉડાવી દીધા, જુઓ વીડિયો
પાકિસ્તાનમાં સેના અને સ્વતંત્રતાની માગ કરી રહેલા બલૂચ બળવાખોરો વચ્ચે લડાઈ ચાલુ છે. આ લડાઈમાં, બલૂચ બળવાખોરોને દરરોજ નાની-નાની સફળતા મળી રહી છે. ગઈકાલે રાત્રે, બલૂચિસ્તાનના બળવાખોર જૂથ, બલૂચ લિબરેશન આર્મી (BLA)ના સ્પેશિયલ ટેક્ટિકલ ઓપરેશન સ્ક્વોડ (STOS)એ ક્વેટામાં એક ઓપરેશન દરમિયાન પાકિસ્તાની સેનાના મુખ્ય એજન્ટ બાબૂલ મુહમ્મદ હસ્સાનીને મોતને ઘાટ ઉતારી દીધો.
આ ઓપરેશન BLAની ગુપ્તચર શાખા ‘ZIRAB’ તરફથી આપવામાં આવેલી ગુપ્ત માહિતીના આધારે ચલાવવામાં આવ્યું હતું. BLAના લડવૈયાઓએ ક્વેટાના બરુરી રોડ પર સ્ટોપ એરિયામાં પાકિસ્તાની સેનાના એજન્ટ મુહમ્મદ હસ્સાનીની ગાડીને મેગ્નેટિક IED વડે નિશાન બનાવી હતી. વિસ્ફોટમાં મુહમ્મદ હસ્સાનીનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું, જ્યારે તેનો સાથી મુહમ્મદ અમીન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. IED વિસ્ફોટમાં ગાડી સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ હતી.
બાબુલ મુહમ્મદ હસ્સાની પાકિસ્તાની સેના અને તેની ગુપ્તચર એજન્સીઓનો મુખ્ય એજન્ટ હતો. જેહાદી સ્ક્વોડ એજન્ટ ઝકારિયા મુહમ્મદ હસ્સાની સાથે તેના સીધા સંબંધો હતા. મુહમ્મદ હસ્સાની કલાતમાં એક સશસ્ત્ર ગેંગનું નેતૃત્વ કરતો હતો, જે શહેર અને આસપાસના વિસ્તારોમાં સક્રિય હતો.
Aftermath of a remote controlled magnetic bomb blast that killed ISI backed militias (Death Squad) member Babul Mohammad Hasni and injured four others on Brewery Bypass in Quetta! pic.twitter.com/tK3VkjiHMY — रुद्राक्ष📿 (Rudy) (@manamuntu) June 1, 2025
Aftermath of a remote controlled magnetic bomb blast that killed ISI backed militias (Death Squad) member Babul Mohammad Hasni and injured four others on Brewery Bypass in Quetta! pic.twitter.com/tK3VkjiHMY
મુહમ્મદ હસ્સાનીએ એક ટોર્ચર ચેમ્બર પણ બનાવી રાખ્યો હતો જ્યાં બલૂચ યુવાનોને બળજબરીથી ગાયબ કરવામાં આવતા હતા અને તેમને ત્રાસ આપવામાં આવતો હતો. તેની ગેંગે ઘણા વિસ્તારોમાં ચેકપોઇન્ટ બનાવ્યા હતા અને સશસ્ત્ર પેટ્રોલિંગ કર્યું હતું. તેની સાથે જ, BLAએ ચેતવણી આપી છે કે જે લોકો બલૂચ વિરુદ્ધ પાકિસ્તાની સેના સાથે કામ કરી રહ્યા છે તેમણે BLA સમક્ષ આત્મસમર્પણ કરે અથવા તેમની હાલત પણ મુહમ્મદ હસ્સાની જેવી જ થશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp