Gujarat: 14 લાખ રૂપિયાથી વધુમાં વેચાઈ આ ભેંસ, રોજ આટલા લિટર આપે છે દૂધ

Gujarat: 14 લાખ રૂપિયાથી વધુમાં વેચાઈ આ ભેંસ, રોજ આટલા લિટર આપે છે દૂધ

06/30/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Gujarat: 14 લાખ રૂપિયાથી વધુમાં વેચાઈ આ ભેંસ, રોજ આટલા લિટર આપે છે દૂધ

ગુજરાતના કચ્છમાંથી એક હેરાન કરી દેનારો મામલો સામેલ આવ્યો છે. અહીંના એક ગામમાં એક ભેંસ 14.1 લાખ રૂપિયામાં વેચાઈ છે. માનવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં પહેલીવાર આટલી ઊંચી કિંમતે ભેંસ વેચાઈ છે. આ ભેંસના મોટા શિંગડા અને આકર્ષક દેખાવ લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે.


ક્યાંનો છે મામલો? દરરોજ 27 લિટર દૂધ આપે છે

ક્યાંનો છે મામલો? દરરોજ 27 લિટર દૂધ આપે છે

આ કિસ્સો કચ્છના લખપત તાલુકાના સાંદ્રો ગામનો છે. અહીં વાસ્તવિક બન્ની જાતિની ભેંસ 14.1 લાખ રૂપિયામાં વેચાઈ છે. આ ભેંસની ખાસિયત એ છે કે તે દરરોજ 27 લિટર દૂધ આપે છે. તેનો કાળો રંગ અને સ્વસ્થ શરીર તેને ખાસ બનાવે છે. આ ભેંસ ભુજના સેરવા ગામના પશુપાલક શેરુભાઈ ભાલુએ ખરીદી છે. વેચનાર ગાઝીભાઈ પેઢીઓથી પશુપાલકોનો પરિવાર છે અને હાલમાં તેમની પાસે લગભગ 80 ભેંસો છે. તેઓ દરરોજ લગભગ 300 લીટર દૂધ ઉત્પાદન કરે છે.


શું છે બન્ની જાતિની ભેંસની વિશેષતા

શું છે બન્ની જાતિની ભેંસની વિશેષતા

બન્ની જાતિની ભેંસો તેમના સ્વભાવ, દૂધ ઉત્પાદન અને દેખાવ માટે જાણીતી છે. તરણેતર જેવા મેળાઓમાં બન્ની જાતિની ભેંસો હંમેશાં વિજેતા રહે છે. સામાન્ય રીતે કચ્છમાં 5-7 લાખ રૂપિયાની ડીલ થાય છે, પરંતુ આ વેચાણ બન્ની જાતિની ભેંસોના મહત્ત્વ અને મૂલ્યને ઉજાગર કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બર 2022માં આંતરરાષ્ટ્રીય ડેરી પરિષદમાં બન્ની ભેંસોની મુશ્કેલ પરિસ્થિતિઓમાં જીવિત રહેવાની ક્ષમતાની પ્રશંસા કરી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top