એલોન મસ્કે છોડ્યો ટ્રમ્પનો સાથ, GOGE વિભાગમાંથી રાજીનામાની કરી જાહેરાત; શું કડવાહશને કારણે દૂર

એલોન મસ્કે છોડ્યો ટ્રમ્પનો સાથ, GOGE વિભાગમાંથી રાજીનામાની કરી જાહેરાત; શું કડવાહશને કારણે દૂર થયા અબજપતિ?

05/29/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

એલોન મસ્કે છોડ્યો ટ્રમ્પનો સાથ, GOGE વિભાગમાંથી રાજીનામાની કરી જાહેરાત; શું કડવાહશને કારણે દૂર

અબજપતિ અને ટેક્નોલોજી ટાઈકૂન એલોન મસ્કે અમેરિકના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનનો DOGE વિભાગ છોડવાનો નિર્ણય લીધો છે. આ વિભાગ ટ્રમ્પનો ‘કોસ્ટ કટિંગ ટાસ્ક ફોર્સ’ હતો, જેની સાથે મસ્કે પોતાના સંબંધ ખતમ કરવાની જાહેરાત કરી હતી. મસ્કે બુધવારે રાત્રે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી.


મસ્ક-ટ્રમ્પ ન બની!

મસ્ક-ટ્રમ્પ ન બની!

બુધવારે સાંજે તેમની વિદાઈની જાહેરાત કરવામાં આવી હતી. તેમનું ટ્રમ્પ પ્રશાસન છોડવું એક ઉથલ-પાથલ ભરેલા અધ્યાયનો અંત છે જેમાં હજારો છટણી, સરકારી એજન્સીઓની નાબૂદી અને અસંખ્ય કેસોનો  સમાવેશ થાય છે. ઉથલ-પાથલ છતા, મસ્ક આ માહોલમાં પણ સંઘર્ષ કરતા રહ્યા. તેમણે પોતાની અપેક્ષાઓ કરતા ખૂબ ઓછું હાંસલ કર્યું. તેમણે ખર્ચમાં કાપ મૂકવાના લક્ષ્યને નાટકીય રીતે ઘટાડ્યું. પહેલો કાપ 2 ટ્રિલિયન ડોલર હતો, જે ઘટાડીને 1 ટ્રિલિયન ડોલર અને પછી 150 બિલિયન ટ્રિલિયન કરવામાં આવ્યો. પોતાના લક્ષ્યોના પ્રત્યે પ્રતિરોધ અંગે નિરાશા વ્યક્ત કરી હતી.

એલોન મસ્કને આ વિભાગમાં 'સ્પેશિયલ ગવરમેન્ટ એમ્પ્લોયી' તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જેના કારણે તેમને વર્ષમાં 130 દિવસ ફેડરલ સેવા કરવાની મંજૂરી મળી હતી. 20 જાન્યુઆરીએ ટ્રમ્પે શપથ લીધા બાદ, મસ્કની સરકારી સેવાની ઘડિયાળ પણ ચાલી પડી હતી અને હવે તે મર્યાદા મે મહિનાના અંતમાં સમાપ્ત થઈ રહી છે. મસ્કના આ નિર્ણય પાછળ એક મહત્ત્વપૂર્ણ કારણ છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પનું બહુચર્ચિત અને વિવાદાસ્પદ બજેટ બિલ. આ બજેટમાં મલ્ટી-ટ્રિલિયન ડોલરની ટેક્સ છૂટ અને રક્ષા ખર્ચમાં મોટો વધારો પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે, જેને લઈને મસ્કે જાહેરમાં પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે CBSને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે આ બિલ દેશના ફેડરલ નુકસાનમાં વધારો કરશે અને DOGEની બચત અને કુશળતાના પ્રયાસોને નબળા પાડશે.


'DOGE હવે એક વિચાર બનવું જોઈએ'

'DOGE હવે એક વિચાર બનવું જોઈએ'

પોતાના વિદાય સંદેશમાં મસ્કે લખ્યું કે, મારી સ્પેશિયલ ગવરમેન્ટ એમ્પ્લોયીના રૂપમાં સેવા સમાપ્ત થઈ રહી છે. બિનજરૂરી ખર્ચ ઘટાડવાની તક આપવા બદલ હું રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માનું છું. DOGEનું મિશન સમય જતા મજબૂત થશે કારણ કે તે સરકારની કાર્યશૈલીનો હિસ્સો બની જશે.

મસ્કની સરકારી ભૂમિકાએ તેમને ટ્રમ્પના નજીકના સલાહકારોમાં લાવીને ઊભા કરી દીધા, પરંતુ તેની કિંમત તેમણે પોતાના મુખ્ય વ્યવસાય ટેસ્લામાં ચૂકવી. કંપનીના નફામાં ઘટાડો થયો છે અને મસ્કે તાજેતરમાં રોકાણકારોને ચેતવણી આપી હતી કે બદલાતા રાજકીય વાતાવરણને કારણે ઇલેક્ટ્રિક કારની માગ પર પણ અસર પડી શકે છે. ગયા મહિને એક રોકાણકાર કોલમાં, મસ્કે કહ્યું હતું કે હવે તે DOGE માટે ફાળવવામાં આવતો  સમયને 'નોંધપાત્ર રીતે ઘટાડો કરી દેશે' અને ટેસ્લા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top