Kolkata College Gangrape Case: કોલકાતા લૉ કોલેજ ગેંગરેપ કેસમાં ચોથી ધરપકડ, કોણ છે પિનાકી બેનર્જી જેને પોલીસે દબોચ્યો?
Who is Pinaki Banerjee: કોલકાતામાં લૉ કોલેજની વિદ્યાર્થિની પર થયેલા ગેંગરેપ કેસમાં પોલીસે વધુ એક ધરપકડ કરી છે. પોલીસે લો કોલેજના ગાર્ડ પિનાકી બેનર્જી (55 વર્ષ)ની ધરપકડ કરી છે. વિદ્યાર્થીની પર ગેંગરેપ કેસમાં આ ચોથી ધરપકડ છે. કોલકાતા ગેંગરેપ કેસમાં પોલીસે મુખ્ય આરોપી સહિત 3 અન્ય લોકોની ધરપકડ કરી છે. FIR મુજબ, 15 જૂનના રોજ કોલેજના ગાર્ડ રૂમની અંદર 24 વર્ષીય પીડિતા પર કથિત રીતે ગેંગરેપ કરવામાં આવ્યો હતો. મુખ્ય આરોપીએ તેની સાથે વારંવાર મારમારી કરી અને ધમકી આપી, જ્યારે 2 અન્ય લોકો ઉભા રહીને જોતા રહ્યા. તેણે એવો પણ આરોપ લગાવ્યો કે ઘટના દરમિયાન કોલેજનો ગેટ બંધ કરી દીધો અને સિક્યુરિટી ગાર્ડને બહાર રાહ જોવડાવ્યો.
પિનાકી બેનર્જી દક્ષિણ કોલકાતા લૉ કોલેજનો સિક્યુરિટી ગાર્ડ છે. તે લગભગ 55 વર્ષનો છે. પોલીસે જણાવ્યું કે પિનાકી બેનર્જી કોલકાતાના કસ્બા પોલીસ સ્ટેશન હેઠળના ખડદહ પોલીસ સ્ટેશન હેઠળના રામનાથ ઘોષ ગાર્ડન રોડ અને મહાબીર મલ્ટી જીમ નજીક નસ્કરહાટ ખાલપર દક્ષિણપારાનો રહેવાસી છે. કોલેજ કેમ્પસમાં બનેલી ઘટનામાં સંડોવણી હોવાના શંકાસ્પદ આરોપસર કસ્બા પોલીસે પિનાકીની ધરપકડ કરી છે.
કોલકાતામાં લૉ કોલેજની વિદ્યાર્થિની પર થયેલા ગેંગ રેપના કેસમાં, પોલીસને શંકા છે કે મુખ્ય આરોપીએ તેના સાથીઓ સાથે મળીને તેના લગ્ન પ્રસ્તાવને ઠુકરાવ્યા બાદ આ ઘટનાને અંજામ આપ્યો હતો. એક અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસ એ પણ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ ઘટના પૂર્વ-આયોજિત હતી કે નહીં. અધિકારીએ કહ્યું કે, ‘ઘટનાઓનો ક્રમ જોતા એવું લાગે છે કે મુખ્ય આરોપીના લગ્ન પ્રસ્તાવને નકારી કાઢ્યા બાદ છોકરી પર ગેંગરેપ કરવામાં આવ્યો.
લૉ કોલેજની પ્રથમ વર્ષની વિદ્યાર્થિનીએ પોલીસને આપેલી ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે 25 જૂનની સાંજે સંસ્થાના એક ભૂતપૂર્વ વિદ્યાર્થી અને 2 સીનિયર વિદ્યાર્થીઓએ તેના પર સામૂહિક દુષ્કર્મ કર્યું હતું. ગુરુવારે ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તે જ દિવસે છોકરીની મેડિકલ તપાસ પણ કરવામાં આવી હતી. છોકરીના ગુપ્તાંગ અને જાંઘ પાસે બાહ્ય ઈજાના નિશાન છે, તેમજ તેના ગળાની આસપાસ ઇજાના નિશાન પણ છે. આ અગાઉ પોલીસે પ્રેક્ટિસ કરતા વકીલ મોનોજીત મિશ્રા (31), વિદ્યાર્થી ઝૈબ અહમદ (19) અને પ્રમિત મુખર્જી (20)ને અલીપુરમાં એડિશનલ ચીફ જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કર્યા હતા. ત્રણેય આરોપીઓને 1 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp