Kolkata College Gangrape Case: ‘જો મિત્ર જ પોતાના મિત્ર સાથે હેવાનિયત કરે તો..’, કોલકાતા દુષ્કર

Kolkata College Gangrape Case: ‘જો મિત્ર જ પોતાના મિત્ર સાથે હેવાનિયત કરે તો..’, કોલકાતા દુષ્કર્મ મામલે TMC સાંસદનું વિવાદિત નિવેદન

06/28/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

Kolkata College Gangrape Case: ‘જો મિત્ર જ પોતાના મિત્ર સાથે હેવાનિયત કરે તો..’, કોલકાતા દુષ્કર

Kalyan Banerjee on Kolkata College Gangrape Case: પશ્ચિમ બંગાળમાં કાયદાની વિદ્યાર્થીની પર ગેંગરેપના ત્રણેય આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. આ મામલે રાજકીય પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે. TMCના સાંસદ નેતા કલ્યાણ બેનર્જીએ એક વિવાદાસ્પદ ટિપ્પણી કરતા કહ્યું કે, ‘જો કોઈ મિત્ર તેના મિત્ર પર બળાત્કાર કરે તો શું કરી શકાય?’


'જો કોઈ મિત્ર તેના મિત્ર પર બળાત્કાર કરે તો...'

'જો કોઈ મિત્ર તેના મિત્ર પર બળાત્કાર કરે તો...'

TMCના સાંસદ કલ્યાણ બેનર્જીએ કહ્યું કે, ‘હું લૉ કોલેજમાં બનેલી ઘટનાના પક્ષમાં નથી. આરોપીઓની ધરપકડ થવી જોઈએ. કેટલાકલોકો આવા ગુના કરે છે... પરંતુ જો કોઈ મિત્ર પોતાના મિત્ર પર બળાત્કાર કરે તો શું કરી શકાય છે? તેમણે પૂછ્યું, કે શું શાળાઓમાં પણ પોલીસ હશે?

કાયદાની વિદ્યાર્થીની પર ગેંગરેપનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કા, ‘આ હેવાનિયત વિદ્યાર્થીઓ દ્વારા એક વિદ્યાર્થિની પર કરવામાં આવી. તેની (પીડિતા)નું રક્ષણ કોણ કરશે? આ (સાઉથ કોલકાતા લૉ કોલેજ) એક સરકારી કોલેજ છે. શું પોલીસ હંમેશાં ત્યાં રહેશે?"


જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી લડતા રહીશું: ભાજપ

જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી લડતા રહીશું: ભાજપ

ભાજપના IT સેલના વડા અમિત માલવિયાએ આ કેસમાં મુખ્ય આરોપી સાથે અભિષેક બેનર્જીની તસવીરો શેર કરી. તેમણે કહ્યું કે TMC એ પાર્ટી છે રેપિસ્ટ અને તેને બચાવનારી પાર્ટી છે. અમે મમતા બેનર્જીના શાસનને ન્યાયનો અવાજ દબાવવા નહીં દઈએ. ભાજપ પીડિતાની સાથે મજબૂતીથી ઊભી છે, અમે ન્યાય ન મળે ત્યાં સુધી લડતા રહીશું.’

આ કેસમાં મુખ્ય આરોપી મોનોજીત મિશ્રા છે. તેના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પરથી જાણવા મળ્યું છે કે તે કોલેજનો તૃણમૂલ કોંગ્રેસ વિદ્યાર્થી પરિષદ એકમનો ભૂતપૂર્વ અધ્યક્ષ અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) વિદ્યાર્થી સંગઠનની દક્ષિણ કોલકાતા શાખાનો સંગઠન સચિવ છે.

રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)એ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા, કોલકાતા પોલીસ કમિશનરને પત્ર લખીને તાત્કાલિક તપાસનો આદેશ આપ્યો છે. NCWએ કહ્યું છે કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 396 હેઠળ તેને વળતર આપવાની વાત કહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top