Gujarat Weather Forecaste: સુરત, તાપી સહિત આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, 6 જિલ્લામ

Gujarat Weather Forecaste: સુરત, તાપી સહિત આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં રેડ એલર્ટ

06/28/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Gujarat Weather Forecaste: સુરત, તાપી સહિત આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, 6 જિલ્લામ

Gujarat Weather Forecaste: વરસાદી ઋતુ સત્તાવાર રીતે બેસી ગઈ છે, ત્યારે સીઝનની શરૂઆતમાં જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરીને ચારેકોર કહેર મચાવી દીધો હતો. મેઘ તાંડવને કારણે લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો 30 ટકા જેટલો તો વરસાદ ખાબકી ચૂક્યો છે. જો કે, અત્યારે મેઘરાજાએ અલ્પવિરામ લીધો છે. જેના કારણે લોકોએ થોડી રાહત અનુભવી છે. પરંતુ રાજ્યના કેટલાક વિસ્તારોમાં તો હજી વરસાદ ચાલું જ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 155 તાલુકામાં વરસાદ ખાબક્યો છે, જેમાં દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 2.8 ઈંચ, કચ્છના માંડવીમાં 2.3 ઈંચ, વલસાડના પારડીમાં 1.7 ઈંચ અને કચ્છના નખત્રાણામાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો છે.


હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી

આજે 6 જિલ્લા રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને કચ્છ માટે ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

આગામી 29-30 જૂનના રોજ કચ્છ, અમરેલી, ગીર સોમનાથ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, છોટા ઉદેપુર, નર્મદા, જૂનાગઢ, પોરબંદર જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદનું ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

1 જુલાઈના રોજ નવસારી, વલસાડમાં ઑરેન્જ ઍલર્ટ અને અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, નર્મદા, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરાયું છે.

2 જુલાઈથી રાજ્યભરમાં વરસાદનું જોર વધતું જોવા મળશે. 2 જુલાઈએ 20 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર જિલ્લામાં અતિભારે વરસાદનું ઑરેન્જ ઍલર્ટ અને કચ્છ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદનું હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

3  જુલાઈના રોજ ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, મહેસાણા, પાટણ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, બોટાદ, ભાવનગર, અમરેલી જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલ પટેલની આગાહી

આ સાથે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 28 અને 29 તારીખે વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ વચ્ચે વરસાદનું જોર ઘટી શકે છે. ચોમાસું ગંગાના મેદાનના વિસ્તારમાં જવાની શક્યતા રહેશે. 30 જૂનથી 8 જુલાઈ સુધીમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છ, રાજકોટ, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, જૂનાગઢ, અમરેલી, ખંભાત, જંબુસર, ભરૂચ, નવસારી, આહવા, ડાંગના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top