Kolkata College Gangrape Case: ‘બળજબરીપૂર્વક સંબંધ બનાવવા, શરીર પર..’ કોલકાતા ગેંગરેપ પીડિતાના

Kolkata College Gangrape Case: ‘બળજબરીપૂર્વક સંબંધ બનાવવા, શરીર પર..’ કોલકાતા ગેંગરેપ પીડિતાના મેડિકલ રિપોર્ટમાં મળ્યા મહત્ત્વના પુરાવા

06/28/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

Kolkata College Gangrape Case: ‘બળજબરીપૂર્વક સંબંધ બનાવવા, શરીર પર..’ કોલકાતા ગેંગરેપ પીડિતાના

Kolkata College Gangrape Case: કોલકાતાની સાઉથ કોલકાતા લૉ કોલેજમાં ગેંગરેપની ઘટના સામે આવી છે. લૉ કોલેજમાં અભ્યાસ કરતી 24 વર્ષીય વિદ્યાર્થીનીએ 3 લોકો પર ગેંગરેપનો આરોપ લગાવ્યો છે. મુખ્ય આરોપી મનોજીત મિશ્રા સાઉથ કોલકાતા લૉ કોલેજનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, તેણે 25 જૂને 2 વર્તમાન વિદ્યાર્થીઓ સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. કોલકાતા પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે મેડિકલ તપાસમાં વિદ્યાર્થીનીના ગેંગરેપના આરોપની પુષ્ટિ થઈ છે.

સમાચાર એજન્સી PTIના રિપોર્ટ અનુસાર, સાઉથ કોલકાતા લૉ કોલેજની પ્રથમ વર્ષની વિદ્યાર્થીનીએ ફરિયાદ નોંધાવી હતી કે 25 જૂને કોલેજના એક ભૂતપૂર્વ વિદ્યાર્થી અને 2 વર્તમાન સીનિયર વિદ્યાર્થીઓએ તેના પર ગેંગરેપ કર્યો હતો. ગુરુવારે ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને એજ દિવસે પીડિતાની મેડિકલ તપાસ પણ કરાવવામાં આવી હતી.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મેડિકલ રિપોર્ટમાં બળજબરીથી શારીરિક સંબંધો, શરીર પર કરડવાના નિશાન અને નખથી ખરોચવાના પુરાવા મળ્યા છે. એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે મુખ્ય આરોપી, જે કોલેજનો ભૂતપૂર્વ વિદ્યાર્થી અને પ્રેક્ટિસ કરતો ક્રિમિનલ લોયર છે, તેણે બળાત્કાર કર્યો હતો, જ્યારે અન્ય 2 વિદ્યાર્થી રૂમની બહાર ચોકી કરી રહ્યા હતા.


પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું

પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું

મુખ્ય સરકારી વકીલ સોરીન ઘોષાલે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના ચૂકાદા મુજબ, જો સામૂહિક બળાત્કારની ઘટનામાં એક વ્યક્તિ બળાત્કાર કરે છે, પરંતુ બાકીના લોકો તેને મદદ કરે છે અથવા તેની સાથે સરખો ઇરાદો ધરાવે છે, તો તેઓ પણ દોષિત છે. એટલે આ ગેંગરેપનો કેસ છે, અને આ કેસમાં ત્રણેય આરોપીઓ છે.

કોલકાતા પોલીસ કમિશનર મનોજ વર્મા અને જોઈન્ટ CP (ક્રાઈમ) રૂપેશ કુમાર પોતે કસ્બા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ઘટનાસ્થળનું નિરીક્ષણ પણ કર્યું હતું. તેમણે સાઉથ કોલકાતા લો કોલેજ જઇને કેસની ઊંડાણપૂર્વક તપાસનું નિરીક્ષણ કર્યું.


ત્રણેય આરોપીઓની 12 કલાકની અંદર ધરપકડ

ત્રણેય આરોપીઓની 12 કલાકની અંદર ધરપકડ

રાજ્ય સરકારે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે. પશ્ચિમ બંગાળના મંત્રી શશી પંજાએ જણાવ્યું હતું કે પોલીસને ફરિયાદ મળતા જ 12 કલાકની અંદર ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પીડિતાનું નિવેદન નોંધવામાં આવ્યું છે અને તેની સારવાર ચાલી રહી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે રાજ્ય સરકાર અને પોલીસ આ મામલાને ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે અને આવા કેસોમાં કોઈ રાજકારણ ન થવું જોઈએ. આરોપીઓનું કોઈ નામ, ધર્મ, જાતિ કે સંગઠન સાથે જોડાણ હોય તો પણ કાયદો બધા માટે સમાન છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે જે આરોપીઓને TMC છાત્ર પરિષદ સાથે જોડવામાં આવી રહ્યા છે તે હાલમાં કોઈપણ સત્તાવાર સંગઠન સાથે સંકળાયેલો નથી, કારણ કે 2022માં કોલેજમાં છેલ્લું વિદ્યાર્થી સંઘ રચાયું હતું અને તેનું નામ તેમાં નહોતું. ફોટામાં નેતાઓ સાથે દેખાવું એ કોઈ સંગઠન સાથે જોડાણનો પુરાવો નથી.


ભાજપ યુવા મોરચાએ પ્રદર્શન કર્યું

ભાજપ યુવા મોરચાએ પ્રદર્શન કર્યું

ગેંગ રેપની ઘટનાને લઈને રાજકીય તાપમાન પણ વધી ગયું છે. ભાજપ યુવા મોરચાના કાર્યકરોએ કસ્બા પોલીસ સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન કરતા રસ્તા પર ટાયરો સળગાવ્યા હતા. જ્યારે પોલીસે આગ ઓલવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને ભાજપના કાર્યકરોએ અટકાવ્યા, જેના કારણે અથડામણ થઈ. ત્યારબાદ પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો અને ઘણા ભાજપના કાર્યકરોને કસ્ટડીમાં લેવામાં આવ્યા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top