બાંગ્લાદેશમાં હિન્દુ માઈનોરીટી મોટી મુશ્કેલીઓનો શિકાર! બાંગ્લાદેશમાં હિન્દુ મહિલા પર બળાત્કારનો કિસ્સો, વીડિયો થયો વાયરલ!
બાંગ્લાદેશમાં હિન્દુ મહિલા પર બળાત્કારનો વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે. રથયાત્રાના દિવસે ઘરમાં ઘૂસી આરોપીઓએ યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. ઔચિત્ય ભંગ ના થાય તે માટે સીધીખબર પર અમે આ વિડિયો બતાવી નથી રહ્યા. બાંગ્લાદેશમાં હિન્દુ માઈનોરીટી નું સતત દમન કરવામાં આવી રહ્યું છે. રથયાત્રાના દિવસે જ રાજધાની ઢાકાથી લગભગ 66 કિલોમીટર દૂર હિન્દુ ઘરમાં બળજબરી પૂર્વક ઘૂસીને આ હૈવાનિ કૃત્ય કરવામાં આવ્યું હતું.
ફરિયાદમાં તેણે જણાવ્યું છે કે તે 15 દિવસ પહેલા તેના મામાના ઘરે આવી હતી. ગુરુવારે રાત્રે લગભગ 10 વાગ્યાના સુમારે આરોપી ફઝર અલી તેના ઘરે આવ્યો અને દરવાજો ખોલવાનું કહ્યું. જ્યારે તેણીએ ના પાડી ત્યારે આરોપીએ બળજબરીથી દરવાજો તોડીને તેના પર બળાત્કાર ગુજાર્યો.
બળાત્કાર કેસનો મુખ્ય આરોપી ફઝર અલી છે, જે પશ્ચિમ પારાના પંચકિટ્ટા ગામનો રહેવાસી છે અને તે બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP) સાથે સંકળાયેલો હોવાનું કહેવાય છે. દુષ્કર્મ કર્યા બાદ તે ભાગી રહ્યો હતો, ત્યારે સ્થાનિકોએ તેને પકડીને પાડ્યો હતો. પણ તે ફરાર થવામાં સફળ રહ્યો હતો.
પોલીસ સમક્ષ 27 જૂનના રોજ ફરિયાદ નોંધાયા બાદ 29 જૂને રવિવારે સવારે પાંચ વાગ્યે સૈદાબાદ વિસ્તારમાંથી ફઝર અલીની ધરપકડ કરવામાં આવી હતી. બાંગ્લાદેશ પોલીસે હિન્દુ મહિલા પર બળાત્કાર અને પીડિતાનો વીડિયો ફરતો કરવાના આરોપમાં 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
ગયા વર્ષે શેખ હસીના સરકારના પતન પછી બાંગ્લાદેશમાં ભારત વિરોધી ભાવનાઓ પ્રબળ બની છે. આ ઉપરાંત, બાંગ્લાદેશની હિન્દુ લઘુમતીઓ સાથે સંકળાયેલા લોકો અને તેમની અસ્થાના ધાર્મિક સ્થળોને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp