‘મિની બાંગ્લાદેશ’ પર ફરી બુલડોઝર એક્શન, 2 કાલકામાં 1000થી વધુ ઘરોને કરાયા ધ્વસ્ત, જુઓ વીડિયો

‘મિની બાંગ્લાદેશ’ પર ફરી બુલડોઝર એક્શન, 2 કાલકામાં 1000થી વધુ ઘરોને કરાયા ધ્વસ્ત, જુઓ વીડિયો

05/20/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

‘મિની બાંગ્લાદેશ’ પર ફરી બુલડોઝર એક્શન, 2 કાલકામાં 1000થી વધુ ઘરોને કરાયા ધ્વસ્ત, જુઓ વીડિયો

અમદાવાદના ચંડોળા તળાવ અને આસપાસના વિસ્તારમાં કરવામાં આવેલા ગેરકાયદે દબાણને હટાવવાના પહેલા ફેઝમાં લગભગ 1.5 લાખ ચોરસ મીટર જમીન ખાલી કરાવવામાં આવી હતી. એવામાં આજથી ડિમોલિશનનો બીજો ફેઝ શરૂ થઈ ગયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. ડિમોલિશનની કાર્યવાહી સવારે 7:00 વાગ્યાથી બપોરના 1:00 વાગ્યા સુધી, તેમજ બપોરે 3:00 વાગ્યાથી સાંજના 6:00 વાગ્યા સુધી ચાલશે. જેના માટે 35થી વધુ JCBનો ખડકલો કરી દેવાયો છે. 4 દિવસમાં ડિમોલિશન પૂર્ણ કરી બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવશે. 


1000થી વધુ નાના-મોટા મકાનોને ધ્વસ્ત કરી દેવામાં આવ્યા

1000થી વધુ નાના-મોટા મકાનોને ધ્વસ્ત કરી દેવામાં આવ્યા

ચંડોળા તળાવના મેગા ડિમોલિશનના પહેલા ફેઝમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા બડા તળાવની આસપાસના દબાણો દૂર કરવામાં આવ્યા હતા, તો બીજા ફેઝમાં છોટા તળાવની આસપાસના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. સૂર્યનગર પોલીસ સ્ટેશનથી શાહઆલમ તરફનો હિસ્સો છોટા તળાવ વિસ્તાર કહેવાય છે. હાલ આ વિસ્તારમાં સૌથી વધારે દબાણો દૂર આવ્યા છે. 2 જ કલાકમાં 1000થી વધુ નાના-મોટા મકાનોને ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે. લગભગ  100 મીટરના રોડ ઉપરના તમામ દબાણો અત્યારે હાલમાં દૂર થઈ ગયા છે.

View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)

છેલ્લા 3 દિવસથી ચંડોળા તળાવમાં રહેતા લોકોને ગાડી ફેરવી માઈકથી અનાઅન્સમેન્ટ કરીને મકાનો ખાલી કરી દેવા માટે જાણ કરવામાં આવી રહી હતી છે કે 20 મે પહેલા ચંડોળા તળાવ વોટર બોડીમાં રહેતા લોકો મકાન ખાલી કરી દે. જે લોકો વર્ષ 2010 અગાઉ રહેતા હોય તેમને શરતોને આધીન EWS આવાસ યોજનાના મકાન મળવાપાત્ર હોવાથી દાણીલીમડા વિસ્તારમાં આવેલી વોર્ડ ઓફિસથી ફોર્મ મેળવી લેવું તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી.


2.5 લાખ ચોરસ મીટર જમીન ખાલી કરાવાશે

2.5 લાખ ચોરસ મીટર જમીન ખાલી કરાવાશે

ચંડોળા તળાવની આસપાસ રહેતા 200થી વધુ બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવામાં આવ્યા છે જ્યારે હજુ અન્ય બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.  ડિમોલિશનને લઈને વધુ માહિતી આપતા પોલીસ કમિશનર જી.એસ. મલિકે જણાવ્યું હતું કે, ‘ડિમોલિશનની કાર્યવાહીમાં 3000 પોલીસકર્મી, SRPની 25 કંપનીઓ બંદોબસ્ત માટે તૈનાત રહેશે. બીજા ફેઝમાં 2.5 ચોરસ મીટર જમીન પરનું દબાણ દૂર કરવામાં આવશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top