7 રૂપિયાના શેરની કિંમત 5666 રૂપિયા પર પહોંચી, TATA ગ્રુપની છે કંપની, 1 લાખનું રોકાણ 8 કરોડનું થયું
Multibagger stock: ટાટા ગ્રુપની કંપની ટ્રેન્ટનો સ્ટોક મલ્ટિબેગર સ્ટોક છે. આ કંપનીએ છેલ્લા 25 વર્ષમાં પોતાના રોકાણકારોને 57,309 ટકાનું બમ્પર વળતર આપ્યું છે. વર્ષ 2000માં ટ્રેન્ટના શેરની કિંમત 6.60 રૂપિયા હતી. તો, આજે તેની કિંમત વધીને 5,666 રૂપિયા થઈ ગઈ છે. આ રીતે આ શેરે રોકાણકારોને માલામાલ બનાવ્યા છે. જો કોઈ રોકાણકારે 2002માં આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હશે, તો આજે તે 8 કરોડ રૂપિયાનો માલિક હશે. આ મલ્ટિબેગર સ્ટોકે છેલ્લા 5 વર્ષમાં 1,158 ટકાથી વધુ વળતર આપ્યું છે. તેનો અર્થ એ કે, જો કોઈ રોકાણકારે 5 વર્ષ અગાઉ આ સ્ટોકમાં 1 લાખનું રોકાણ કર્યું હશે, તો આજે તે વધીને 12.5 લાખ થઈ ગયા હોશે.
જોકે, તાજેતરના સમયમાં ટાટા ગ્રુપના શેરમાં અસ્થિરતા છે. છેલ્લા એક વર્ષમાં આ શેરમાં 44 ટકાથી વધુની વૃદ્વિ થઇ છે, જોકે, છેલ્લા 6 મહિનામાં તેમાં 26.58 ટકાનો ઘટાડો નોંધાયો છે. વર્ષ કર વર્ષ (YTD)ના આધારે, શેરમાં 20.92 ટકાનો ઘટાડો થયો છે. શેરનો ભાવ 8200 રૂપિયા સુધી પહોંચી ગયો હતો.
ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં ટાટા ગ્રુપની રિટેલ કંપની ટ્રેન્ટ લિમિટેડનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 34 ટકા વધીને 496.54 કરોડ રૂપિયા થઇ ગયો છે. કંપનીને સ્ટોર નેટવર્કના વિસ્તરણ અને આકર્ષક મૂલ્ય દરખાસ્તોમાં વધારો થવાથી કંપનીને ફાયદો થયો. ટ્રેન્ટ લિમિટેડે શેરબજારને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે તેણે પાછલા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં 370.64 કરોડ રૂપિયાનો એકીકૃત ચોખ્ખો નફો કર્યો હતો.
ટ્રેન્ટ લિમિટેડ વેસ્ટસાઇડ, ઝુડિયો અને સ્ટાર બ્રાંડ નામોથી રિટેલ સ્ટોર્સ સંચાલિત કરે છે. સમીક્ષા હેઠળના ત્રિમાસિક ગાળામાં કામગીરીમાંથી કંપનીની પરિચાલન એકીકૃત આવક 34.32 ટકા વધીને 4,656.56 કરોડ રૂપિયા થઈ ગઇ. પાછલા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં તે 3,466.62 કરોડ રુપિયા હતી. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો કુલ ખર્ચ 32 ટકા વધીને 4,096.08 કરોડ રૂપિયા થઇ ગયો હતો. સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન કુલ એકીકૃત આવક 33 ટકા વધીને 4,715.64 કરોડ રૂપિયા થઈ ગઇ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp