અનંત અંબાણીએ જે મરધીઓને બમણો ભાવ આપીને ખરીદી તેમનું શું થયું, શું બધી વનતારામાં જશે?

અનંત અંબાણીએ જે મરધીઓને બમણો ભાવ આપીને ખરીદી તેમનું શું થયું, શું બધી વનતારામાં જશે?

04/02/2025 Business

SidhiKhabar

SidhiKhabar

અનંત અંબાણીએ જે મરધીઓને બમણો ભાવ આપીને ખરીદી તેમનું શું થયું, શું બધી વનતારામાં જશે?

દેશના સૌથી અમીર વ્યક્તિ અને બિઝનેસમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી આ વખત પોતાની પદયાત્રાને કારણે ચર્ચામાં છે. પોતાના જન્મદિવસ અગાઉ 28 માર્ચે અનંત અંબાણીએ આ યાત્રા જામનગરના મોતી ખાવડીથી શરૂ કરી હતી. તેઓ 30 એપ્રિલે તેઓ દ્વારકા પહોંચશે. આજ દિવસે તેમનો જન્મદિવસ પણ છે. દ્વારકા પહોંચ્યા બાદ અનંત અંબાણી ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને પોતાનો જન્મદિવસ મનાવવાના છે. અનંત અંબાણીની આ યાત્રા દરમિયાન એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ, કપાવા જઇ રહેલી મરઘીઓને રેસ્ક્યૂ કરતા જોવા મળી રહ્યા છે.

વાસ્તવમાં, પદયાત્રા દરમિયાન, અનંત અંબાણીને એક ટ્રકમાં લગભગ 250 મરઘીઓ કતલખાને લઇ જવાતી નજરે પડી. તેમણે ટ્રકને રોકાવી અને ડ્રાઈવર સાથે વાત કરીને બધી મરઘીઓ ખરીદી લીધી. હેરાનીની વાત એ છે કે અનંત અંબાણીએ આ મરઘીઓને રેસ્ક્યૂ કરવા માટે બમણી કિંમત પણ ચૂકવી દીધી હતી. હવે લોકો સવાલ પૂછી રહ્યા છે કે અનંત અંબાણીએ જે મરઘીઓ ખરીદી છે, તેમનું શું થશે. શું આ બધી મરઘીઓને વનતારા મોકલવામાં આવશે? આવો જાણીએ.


શું છે વનતારા?

શું છે વનતારા?

અનંત અંબાણી ગયા વર્ષે પોતાના વનતારા પ્રોજેક્ટ માટે ચર્ચામાં આવ્યા હતા. વનતારા અનંત અંબાણીએ શરૂ કરેલો એક એવો પ્રોજેક્ટ છે, જેમાં નિરાધાર પ્રાણીઓને આશ્રય આપવામાં આવે છે અને ઇજાગ્રસ્ત પ્રાણીઓની સારવાર પણ કરવામાં આવે છે. અહીં પ્રાણીઓની દેખરેખ માટે ડૉક્ટરોથી લઇને હજારો કર્મચારીઓ ઉપસ્થિત છે. વનતારામાં પ્રાણીઓની લગભગ તમામ પ્રજાતિઓ છે, તેમના માટે ભોજન પણ અહીં જ બનાવવામાં આવે છે. ગત દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વનતારા ગયા, જેની તસવીરો વાયરલ થઈ હતી.


શું મરઘીઓને પણ મોકલવામાં જશે વનતારા?

શું મરઘીઓને પણ મોકલવામાં જશે વનતારા?

હવે સવાલ એ છે કે શું વનતારામાં મરઘી પાલન પણ કરવામાં આવે છે અને જે મરઘી અનંત અંબાણીએ ખરીદી છે, તેમને પણ વનતારામાં મોકલી દેવામાં આવશે? અનંત અંબાણી પ્રાણી પ્રેમ માટે જાણીતા છે. મીડિયા રિપોર્ટ મુજબ અનંત અંબાણીએ જે મરઘીઓને બમણી કિંમત ચૂકવીને રેસ્ક્યૂ કરી હતી, તેમને તરત જ આઝાદ કરી દેવામાં આવી હતી. વનતારામાં મરઘી પાલનની વ્યવસ્થા છે કે નહીં તે સાર્વજનિક નથી. વીડિયોમાં તેઓ મરઘીને ખોળામાં લઈને પદયાત્રા કરતા પણ જોવા મળ્યા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top