ભારતના દુશ્મન હવે થરથર કાંપશે, સમુદ્રથી પણ થશે પ્રહાર; ભારત-ફ્રાંસ વચ્ચે રાફેલ-Mની ડીલ ડન
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ચાલી રહેલા તણાવ વચ્ચે, સોમવારે ભારત અને ફ્રાન્સ વચ્ચે 26 રાફેલ મરીન વિમાનોની ડીલ ડન થઈ ગઈ. આ ડીલ 63,000 કરોડ રૂપિયામાં થઇ છે. આ ડીલ હેઠળ, ભારતીય નૌકાદળ માટે ફ્રાન્સ પાસેથી 26 રાફેલ મરીન વિમાન ખરીદવામાં આવશે.
આ ડીલમાં ભારતનું પ્રતિનિધિત્વ સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે કર્યું હતું. આ દરમિયાન, નૌકાદળના ઉપપ્રમુખ, વાઇસ એડમિરલ કે. સ્વામીનાથન પણ હાજર રહ્યા હતા. ભારત અને ફ્રાન્સ વચ્ચેની ડીલમાં 22 સિંગલ-સીટ અને 4 ટ્વીન-સીટ વિમાનનોનો સમાવેશ થશે. તેના કારણે પાકિસ્તાનને મોટો ઝટકો લાગવાનો છે કારણ કે આ જેટ વિમાનો INS વિક્રાંત પર તૈનાત કરવામાં આવશે. 1971ના યુદ્ધમાં ભારતીય નૌકાદળે પાકિસ્તાનના ધજાગરા ઉડાવી દીધા હતા. આ જેટના આગમનથી ભારતીય નૌકાદળ વધુ શક્તિશાળી બનશે.
રાફેલ-M એક મલ્ટિરોલ ફાઇટર જેટ છે. તેનું AESA રડાર ટારગેટ ડિટેકશન અને ટ્રેકિંગ માટે ઉત્તમ છે. તેમાં સ્પેક્ટ્રા ઇલેક્ટ્રોનિક વૉરફેર સિસ્ટમ છે જે તેને સ્ટીલ્થ બનાવે છે. તેમાં હવામાં પણ ઇંધણ ભરી શકાય છે. એટલે કે તેની રેન્જ વધી જશે. રાફેલ-M ફાઇટરના આગમનથી, ભારતીય દરિયાઈ વિસ્તારમાં દેખરેખ, જાસૂસી, હુમલો વગેરે જેવા ઘણા મિશન કરી શકાશે. આ ફાઇટર જેટ એન્ટી-શિપ વૉરફેર માટે શ્રેષ્ઠ છે. તેમાં પ્રિસિઝન ગાઇડેડ બોમ્બ અને મિસાઇલો લગાવી શકાય છે. જેમ કે મોટિયોર, સ્કેલ્પ અથવા એક્ઝોસેટ. આ ફાઇટર જેટના આગમનથી, હવા, પાણી અને જમીન- ત્રણેય જગ્યાએથી સુરક્ષા મળશે. નૌકાદળ દેશની આસપાસ એક અદૃશ્ય કવચ બનાવી શકશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp