બીયર ફેક્ટરીમાં તેજ ધમાકા સાથે બોઈલર ફાટયું, ઘણા લોકોના મોતની આશંકા
થોડા દિવસ અગાઉ બનાસકાંઠાના ડીસામાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો, જેમાં 21 લોકોએ જીવ ગુમાવવો પડ્યો હતો, જ્યારે 8 લોકોને ઇજા થઈ હતી. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે ત્યાની દીવાલ ધરાશાયી થઈ ગઈ હતી. હવે ઉત્તર પ્રદેશના બિહારથી એક ફેક્ટરીમાં બ્લાસ્ટ થવાના સમાચાર મળી રહ્યા છે.
ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાના વિશારતગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ઈસ્માઈલપુર ગામમાં બિયર ફેક્ટરીમાં બોઈલર ફાટતા અફરાતફરી મચી ગઈ હતી. બોઈલર ફાટ્યા બાદ જોરદાર વિસ્ફોટ થયો હતો. જેના કારણે આજુબાજુના ગામોમાં રહેતા લોકો ભયભીત થઈ ગયા હતા. જોરદાર ધડાકા સાથે બિયર ફેક્ટરીનું બોઈલર 500 મીટર દૂર ખેતરમાં પડ્યું હતું. બ્લાસ્ટ બાદ ફેક્ટરીમાં આગ લાગવાનો પણ ભય છે. આ ઘટના દરમિયાન 5 લોકો દાઝી ગયા હોવાની વાતા કહવામાં આવી રહી છે, જેમને શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવવામાં આવ્યા છે.
લોકોનું કહેવું છે કે, ફેક્ટરીમાં વિસ્ફોટને કારણે ઘણા લોકોના મોત થઇ શકે છે. પરંતુ હજુ સુધી ફેક્ટરી મેનેજમેન્ટ તરફથી મૃત્યુ અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી, જ્યારે માહિતી મળતા જ પોલીસ દળ પણ ઘટનાસ્થળે પહોંચી ગયું છે. તો લોકોને ફેક્ટરીની અંદર જવાથી રોકવામાં આવી રહ્યા છે, જેના કારણે લોકો હોબાળો મચાવી રહ્યા છે.
અકસ્માતની માહિતી મળતા જ પોલીસ અને વહીવટી અધિકારીઓ તેમજ ફેક્ટરીના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. 5 લોકો ઇજાગ્રસ્ત હોવાનું કહેવામાં આવે છે. બોઈલર ફાટ્યા બાદ આગ ફાટી નીકળી હતી. ફાયર વિભાગની ગાડીઓ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp