હિન્દુઓનું ધર્માંતરણ કરાવવાના એજેંડા સાથે સુસજ્જ જમાલુદ્દીન ઉર્ફે 'છંગુર બાબા'! યુપીમાં ₹100 કર

હિન્દુઓનું ધર્માંતરણ કરાવવાના એજેંડા સાથે સુસજ્જ જમાલુદ્દીન ઉર્ફે 'છંગુર બાબા'! યુપીમાં ₹100 કરોડના કન્વર્ઝન (ધર્માંતરણ) રેકેટનો પર્દાફાશ! ધર્માંતરણ માટે હિન્દુ છોકરીઓની લગાવાતી કેટલી કિંમત?

07/08/2025 National

SidhiKhabar

SidhiKhabar

હિન્દુઓનું ધર્માંતરણ કરાવવાના એજેંડા સાથે સુસજ્જ જમાલુદ્દીન ઉર્ફે 'છંગુર બાબા'! યુપીમાં ₹100 કર

લક્ષ્મણપુરી (ઉત્તર પ્રદેશ) – ૫ જુલાઈના રોજ, આતંકવાદ વિરોધી ટુકડી (ATS) એ ઉત્તર પ્રદેશમાં ધર્મ પરિવર્તનના મુખ્ય સૂત્રધાર જમાલુદ્દીન ઉર્ફે 'છંગુર બાબા' ની બલરામપુરથી ધરપકડ કરી. તેની ધરપકડ માટે ₹૫૦,૦૦૦ નું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. જમાલુદ્દીન પોતાને 'હાજી પીર જમાલુદ્દીન' તરીકે રજૂ કરતો હતો અને છોકરીઓને વચનો અને છેતરપિંડી દ્વારા ધર્મ પરિવર્તન માટે લલચાવતો હતો. નોંધનીય છે કે, હિન્દુ છોકરીઓની કિંમત તેમની જાતિના આધારે નક્કી કરવામાં આવતી હતી. આ એજન્ડાને અમલમાં મૂકવા માટે, તેણે ૪૦ થી વધુ બેંક ખાતાઓમાં ૧૦૦ કરોડ રૂપિયા મેળવ્યા હતા. જમાલુદ્દીન ઓછામાં ઓછા ૪૦ વખત પાકિસ્તાન અને અન્ય ઘણા મુસ્લિમ દેશોમાં ગયો હતો. તેની અને તેના સહયોગી નીતુ ઉર્ફે નસરીનની એકસાથે ધરપકડ કરવામાં આવી હતી.


છંગુર બાબા પોતાને 'પીર બાબા' અને 'હઝરત બાબા જમાલુદ્દીન' તરીકે પ્રચાર કરતા

છંગુર બાબા પોતાને 'પીર બાબા' અને 'હઝરત બાબા જમાલુદ્દીન' તરીકે પ્રચાર કરતા

માહિતી મળી હતી કે પીર સાહેબ, નસરીન, જમાલુદ્દીન, મહેબુબ વગેરે નામોથી ઘણા શંકાસ્પદ વ્યક્તિઓ બલરામપુરના માધપુર ગામમાં રહે છે.

તપાસમાં જાણવા મળ્યું છે કે એક વર્ષમાં કરોડોની મિલકતો વિદેશી ભંડોળનો ઉપયોગ કરીને ખરીદવામાં આવી હતી, જેમાં બંગલા અને વૈભવી વાહનોનો સમાવેશ થાય છે.

છંગુર બાબા પોતાને 'પીર બાબા' અને 'હઝરત બાબા જમાલુદ્દીન' તરીકે પ્રચાર કરતા હતા. તેમણે શિજર-એ-તૈયબા નામનું એક પુસ્તક પણ પ્રકાશિત કર્યું હતું, જેનો ઉપયોગ તેમણે હિન્દુઓને ગેરમાર્ગે દોરવા અને બ્રેઈનવોશ કરવા માટે કર્યો હતો.

આ કેસ આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો ભાગ હોઈ શકે છે તેવી ચિંતા વધી રહી છે. આ નેટવર્ક કટ્ટરપંથી વૈશ્વિક સંગઠનો સાથે જોડાયેલું હોવાની શંકા છે. ATS આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, ગુપ્તચર બ્યુરો અને રાષ્ટ્રીય તપાસ એજન્સી સાથે સંકલન કરી શકે છે.


છંગુર બાબા પોલીસે કેવી રીતે કરી ધડપકડ?

છંગુર બાબા પોલીસે કેવી રીતે કરી ધડપકડ?

લક્ષ્મણપુરીમાં, તેણે હિન્દુ હોવાનો ડોળ કરીને એક છોકરીને ફસાવી હતી. ત્યારબાદ ખબર પડી કે તેણે હિન્દુઓ અને બિન-મુસ્લિમોને નિશાન બનાવતી એક સુવ્યવસ્થિત ગેંગ બનાવી હતી. ત્યારથી, પોલીસ તેને શોધી રહી હતી. નવેમ્બર 2024 માં, છંગુર બાબા, તેના પુત્ર મહેબુબ અને અન્ય 10 લોકો સામે FIR નોંધવામાં આવી હતી. આ જ કેસના સંદર્ભમાં 8 એપ્રિલના રોજ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.


ધર્માંતરણ માટે હિન્દુ છોકરીઓની કિંમત કેવી રીતે નક્કી કરવામાં આવી?

ધર્માંતરણ માટે હિન્દુ છોકરીઓની કિંમત કેવી રીતે નક્કી કરવામાં આવી?

  1. બ્રાહ્મણ, શીખ અથવા ક્ષત્રિય છોકરી: ₹15-16 લાખ
  2. પછાત જાતિની છોકરીઓ: ₹10-12 લાખ
  3. અન્ય જાતિની છોકરીઓ: ₹8-10 લાખ

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top