Pakistan: પાકિસ્તાનમાં કંઈક નવા-જૂની થવાના એંધાણ! આતંકિસ્તાનમાં આસીમ મુનીર તખ્તાપલટ કરીને...

Pakistan: પાકિસ્તાનમાં કંઈક નવા-જૂની થવાના એંધાણ! આતંકિસ્તાનમાં આસીમ મુનીર તખ્તાપલટ કરીને...

07/08/2025 World

SidhiKhabar

SidhiKhabar

Pakistan: પાકિસ્તાનમાં કંઈક નવા-જૂની થવાના એંધાણ! આતંકિસ્તાનમાં આસીમ મુનીર તખ્તાપલટ  કરીને...

Pakistani military is quietly moving against Asif Zardari: ભારતના પાડોશી દેશ પાકિસ્તાન ફરી એકવાર મોટી રાજકીય ઉથલ-પાથલ જોવા મળી શકે છે. તેનું કારણ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી અને પાકિસ્તાની આર્મી ચીફ આસીમ મુનીર વચ્ચે પડદા પાછળની ખેંચતાણ છે. હાલમાં પાકિસ્તાનમાં કોઈ પાસે આસિમ મુનીરનો સામનો કરવાની હેસિયત નથી. એક તરફ મુનીર છે, તો બીજી તરફ ઇમરાન ખાન છે. પાકિસ્તાનના સૌથી લોકપ્રિય નેતા જેલમાં છે અને આસિમ મુનીરે બાકીના બધાને ઠેકાણે લગાવવાની તૈયારીઓ કરી લીધી છે. પાકિસ્તાનથી જ સમાચાર છે કે આસીમ મુનીરે નક્કી કરી લીધું છે કે તેઓ ઝરદારીને હટાવીને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બનવાના છે.

પાકિસ્તાનમાં તખ્તાપલટની દૃષ્ટિએ જુલાઈ મહિનો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. 5 જુલાઈ 1977ના રોજ ઝિયા-ઉલ-હકે પાકિસ્તાનના લોકશાહીને પોતાના ચપ્પલથી કચડી નાખી હતી. હવે ફરી એક વખત જુલાઈમાં જ પાકિસ્તાનમાં તખ્તાપલટની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગયા વર્ષે પાકિસ્તાનમાં યોજાયેલી ચૂંટણીમાં, ઇમરાનને હરાવવા માટે ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતા, છતા PTI 93 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી બની હતી. પરંતુ સેનાએ 75 બેઠકો જીતનાર PML-Nને વડાપ્રધાન અને 54 બેઠકો જીતનાર ઝરદારીને રાષ્ટ્રપતિ બનાવી દીધા હતા, પરંતુ હવે ફિલ્ડ માર્શલ બન્યા બાદ આસીમ મુનીર પરવેઝ મુશર્રફની જેમ રાષ્ટ્રપતિ બનવા માગે છે.


ટ્રમ્પ અને અસીમ મુનીર વચ્ચેની મુલાકાતનો રાજકીય અર્થ

ટ્રમ્પ અને અસીમ મુનીર વચ્ચેની મુલાકાતનો રાજકીય અર્થ

ઝરદારીથી અસીમ મુનીરનો મોહભંગ થવાનું કારણ તેમણે તાજેતરમાં કહેલી વાતો છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીના પુત્ર બિલાવલ ભુટ્ટોએ તાજેતરમાં જાહેરમાં અસીમ મુનીરની ટીકા કરી હતી. એવું માનવામાં આવે છે કે પાકિસ્તાની સેના પડદા પાછળથી આસિફ ઝરદારી વિરુદ્ધ કાવતરું ઘડી રહી છે, એટલે બિલાવલનો ડર અને ગુસ્સો આસીમ મુનીર માટે સામે આવ્યો છે.

લંચ કર્યા બાદ ટ્રમ્પ કદાચ પાકિસ્તાનના સેના પ્રમુખનું નામ પણ ભૂલી ગયા હશે, પરંતુ મુનીરની ટ્રમ્પના દરબારમાં ઉપસ્થિતિથી તેને પાકિસ્તાનમાં અમેરિકન મંજૂરી અપાવી દીધી છે. એટલે તેઓ પોતાની તાકાત વધુ વધારવા માટે આ પગલું ભરી શકે છે. હવે સવાલ એ છે કે શું મુનીર માત્ર ઝરદારી સુધી જ રોકાશે કે પછી તે શાહબાઝ શરીફને વડાપ્રધાન પદ પરથી હટાવીને સંપૂર્ણ સત્તા પોતાના હાથમાં લઈ લેશે, કારણ કે પાકિસ્તાનમાં ભૂતકાળમાં પણ લશ્કરી વડાઓ સરકારોને ઉથલાવતા રહ્યા છે. એવામાં, મુનીર પણ આ દિશામાં આગળ વધી શકે છે. ઝરદારી અને પાકિસ્તાનની સેના વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યું નથી. આ અંગે, નિષ્ણાતો બિલાવલ ભુટ્ટોના તાજેતરના નિવેદન તરફ ધ્યાન દોરે છે, જેમાં બિલાવલ ભુટ્ટોએ હાફિઝ અને મસૂદ જેવા આતંકવાદીઓને ભારતને સોંપવાની વાત કરી હતી.


ઈમરાન ખાનની તીક્ષ્ણ નજર...

ઈમરાન ખાનની તીક્ષ્ણ નજર...

પાકિસ્તાનના રાજકારણ પર નજર રાખનારા ઘણા નિષ્ણાતો કહે છે કે જનતામાં અસંતોષ વધી રહ્યો છે. ઈમરાનને જેલમાં રાખીને મુનીરે રાજકારણને અસ્થાયી રૂપે નિયંત્રિત કરી દીધું છે, પરંતુ શાહબાઝ શરીફ સાથેનો તેમનો પ્રયોગ હજુ સુધી પાકિસ્તાનની પરિસ્થિતિને યોગ્ય માર્ગ પર લાવી શક્યો નથી.

જેલમાં બંધ ઈમરાન ખાનને જનતાની પરેશાનીમાં પોતાની વાપસી દેખાઈ રહી છે, એટલે આ અઠવાડિયે ઈમરાન ખાને રાવલપિંડીની આદિયાલા જેલમાંથી પોતાના સમર્થકો માટે એક સંદેશ આપ્યો હતો, જેમાં તેમણે દેશમાં મોંઘવારી, દમન અને સરમુખત્યારશાહીના મુદ્દાઓ પર રસ્તાઓ પર આવવા હાકલ કરી હતી. કહેવાની જરૂર નથી કે ઈમરાન ખાનના નિશાના પર આસીમ મુનીર છે, એટલે  ઈમરાન અને જનતા હિસાબ ચૂકતો કરે એ અગાઉ, મુનીર તખ્તાપલટ કરીને પોતાને બચાવવાનો નિર્ણયા લઈ શકે શકે છે.


ચીન અને અમેરિકાનો પાકિસ્તાન પર પ્રભાવ

ચીન અને અમેરિકાનો પાકિસ્તાન પર પ્રભાવ

પાકિસ્તાનમાં આ ઉથલપાથલ પાછળ એક સિદ્ધાંત એ પણ છે કે આસીમ મુનીર ડોનાલ્ડ ટ્રમ્પના ગૂડ બુકમાં બન્યા રહેવાના ઉદ્દેશ્યથી અમેરિકા માટે કામ કરવા માગે છે. ભલે તેના માટે તેમણે ચીનને બાજુ પર રાખવું પડે. આસિફ અલી ઝરદારીને ચીની પક્ષના નેતા માનવામાં આવે છે, એટલે તેમની વિદાઇ નિશ્ચિત માનવામાં આવી રહી છે. મુનીર જાણે છે કે જો ટ્રમ્પે તેમને ઓપરેશન સિંદૂરમાં બચાવ્યા ન હોત, તો ચીનના હથિયારોએ તો  તેમને ડૂબાડી જ દીધા હતા. મુનીર આ સત્યને છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

આસીમ મુનીરે ઓપરેશન સિંદૂરમાં ચીનની મદદનો ઇનકાર કર્યો છે. પાકિસ્તાનના આર્મી ચીફ આસીમ મુનીરે ઓપરેશન સિંદૂરમાં ચીનની સીધી મદદના દાવાઓને ફગાવી દીધા હતા. ભારતીય સેનાના ડેપ્યુટી ચીફ લેફ્ટનન્ટ જનરલ રાહુલ સિંહે કહ્યું હતું કે ચીને ભારતની મુખ્ય પરિસ્થિતિઓ બાબતે ઇસ્લામાબાદને 'લાઇવ ઇનપુટ્સ' આપ્યા હતા. સૌથી મોટી વાત એ છે કે પાકિસ્તાનના રક્ષા મંત્રી ન ખ્વાજા આસિફે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ચીનના ઉપગ્રહો પાકિસ્તાન માટે કામ કરી રહ્યા હતા, છતા મુનીર બાદ એક જૂઠાણાં બોલી રહ્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top