Bageshwar Dham Wall Collapse: બાગેશ્વર ધામ આવેલા શ્રદ્ધાળુઓ સાથે અકસ્માત, ધર્મશાળાની દીવાલ પડતા 10 ઇજાગ્રસ્ત અને..
Bageshwar Dham Dhaba Wall Collapse: મંગળવારે મધ્ય પ્રદેશના છતરપુરમાં બાગેશ્વર ધામમાં આવેલા શ્રદ્ધાળુઓ સાથે અકસ્માત થઈ ગયો. ધામ પાસે સ્થિત જે ઢાબા પર શ્રદ્ધાળુઓ રોકાયા હતા તેની દીવાલ તૂટી પડી. જેના કારણે એક મહિલા શ્રદ્ધાળુનું મોત થઈ ગયું. જ્યારે 10 લોકો ઇજાગ્રસ્ત થયા. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કે સવારે લગભગ 3:30 વાગ્યે ભારે વરસાદ સાથે વીજળી પડવાથી આ અકસ્માત થયો હતો. તમામ ઇજાગરસ્તોને જિલ્લા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે શ્રદ્ધાળુઓ બાગેશ્વર ધામ નજીક આવેલા ઢાબા પર રોકાયા હતા. આ દરમિયાન સવારે દીવાલની છત પડી ગઈ. જેના કારણે એક મહિલા શ્રદ્ધાળુનું મોત થઈ ગયું. જ્યારે અન્ય 10 લોકો ઈજાગ્રસ્ત થયા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં બધાની સારવાર ચાલી રહી છે.
અકસ્માતમાં મૃત્યુ પામેલી મહિલા શ્રદ્ધાળુ ઉત્તર પ્રદેશની રહેવાસી હતી. હાલમાં મહિલાના મૃતદેહને કસ્ટડીમાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. આ મામલે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો સ્થાનિક લોકોનું કહેવું છે કે ધામમાં આવતા મોટાભાગના ભક્તો અહીં રોકાતા હતા. સોમવારે પણ કેટલાક શ્રદ્ધાળુ અહીં આવીને રોકાયા હતા અને મંગળવારે સવારે દીવાલ પડી ગઈ હતી. જેના કારણે આ અકસ્માત થયો હતો.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ 3 જુલાઈના રોજ ધામમાં શેડ તૂટી પડવાથી એક શ્રદ્ધાળુનું મોત થઈ ગયું હતું. આ અકસ્માત ત્યારે થયો હતો જ્યારે આરતી થઈ રહી હતી. ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લાના રહેવાસી રાજેશ કૌશલના સસરા શ્યામલાલ કૌશલ (50 વર્ષ)નું આ અકસ્માતમાં મોત થઈ ગયું હતું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp