પહેલગામમાં આતંકી હુમલો! ધર્મ પૂછી પૂછીને ગોળીઓ મારી! અમેરિકી ઉપરાષ્ટ્રપતિ ભારતમાં છે ત્યારે જ મોટો આતંકવાદી હુમલો!
Jammu Kashmir Terrorist Attack : જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામમાં કેટલાક આતંકવાદીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર 2 થી 3 હુમલાખોરો પોલીસના યુનિફોર્મમાં હતા. આતંકવાદીઓએ પ્રવાસીઓને નિશાન બનાવ્યા અને તેમના પર ગોળીબાર શરૂ કર્યો, જેમાં બે લોકોના મોત થયા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. પહેલગામ આતંકી હુમલાને ધ્યાનમાં રાખીને સીઆરપીએફની ક્વિક રિએક્શન ટીમો સ્થળ પર તૈનાત કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ હુમલામાં પાકિસ્તાનનો હાથ છે. આ આતંકવાદી ઘટનામાં TRF (ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ) સંગઠન સામેલ હોવાની આશંકા છે. પોલીસના જણાવ્યા અનુસાર, પહેલગામની બૈસરન ઘાટીમાં ગોળીબારના અવાજો સંભળાયા હતા. બૈસરન ઘાસના મેદાનમાં ઘોડેસવારીનો આનંદ માણી રહેલા પ્રવાસીઓ પર હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.
આતંકી હુમલામાં ગુજરાતના વિનોદ ભટ્ટ, માણિક પટેલ, રીનો પાંડે ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે એસ બાલાચંદ્રુ, મહારાષ્ટ્રના ડૉ. પરમેશ્વર, કર્ણાટકના અભિજવમ રાવ, તમિલનાડુના શંત્રુ અને ઓડિશાના શશી કુમારીનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે આ આતંકવાદી હુમલા અંગે બીજેપી નેતા રવિન્દ્ર રૈનાએ કહ્યું કે પાકિસ્તાની આતંકવાદીઓએ પ્રવાસીઓ પર કાયરતાપૂર્વક હુમલો કર્યો છે કારણ કે તેઓ સેનાનો સામનો કરી શકતા નથી. કાયર આતંકવાદીઓએ કાશ્મીરની મુલાકાતે આવેલા નિર્દોષ લોકોને નિશાન બનાવ્યા.
પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા ગોળીબાર કર્યા બાદ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. સેનાના જવાનો અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનો ઘટનાસ્થળે હાજર છે. સેનાના અધિકારીઓ પણ વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ સમયે પીએમ નરેન્દ્ર મોદી સાઉદી અરબના રાજકીય પ્રવાસે છે. પણ આતંકવાદી હુમલાના સમાચાર મળતા જ એમણે ગૃહમંત્રી અમિત શાહ સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી. અને શાહને જમ્મુ-કાશ્મીર જવા માટે સૂચના આપી હતી.
આ પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના નિવાસસ્થાને ઉચ્ચ અધિકારીઓની મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ઇન્ટેલિજન્સ બ્યુરોના ચીફ સીઆરપીએફના ડાયરેક્ટર જનરલ, જમ્મુ કાશ્મીરના ડાયરેક્ટર જનરલ તેમજ સેનાના ઉચ્ચ અધિકારીઓ પણ વિડીયો કોન્ફરન્સ દ્વારા જોડાયા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp