પતિએ પત્નીના ગુપ્તાંગ પર હળદર-કુમકુમ લગાવીને નીચોવ્યું લીંબુ અને પછી બોલ્યો...

પતિએ પત્નીના ગુપ્તાંગ પર હળદર-કુમકુમ લગાવીને નીચોવ્યું લીંબુ અને પછી બોલ્યો...

04/16/2025 National

SidhiKhabar

SidhiKhabar

પતિએ પત્નીના ગુપ્તાંગ પર હળદર-કુમકુમ લગાવીને નીચોવ્યું લીંબુ અને પછી બોલ્યો...

પુણે નજીક પિંપરી-ચિંચવાડમાં, એક મહિલાએ પોતાના પતિ પર બળજબરીથી યૌન સંબંધ બનાવવા અને કાળો જાદુ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. મહિલાની ફરિયાદ મુજબ, પતિએ તેના ગુપ્તાંગ પર હળદર અને કુમકુમ લગાવેલું લીંબુ નીચોવ્યું અને કહ્યું કે તેણે તેના પર જાદુ કરી દીધો છે, જેથી તે પાગલ થઈ જશે.


પતિ પત્નીના ચારિત્ર્ય પર શંકા કરતો હતો

પતિ પત્નીના ચારિત્ર્ય પર શંકા કરતો હતો

પીડિતા અને આરોપીના લગ્ન વર્ષ 2004માં થયા હતા. લગ્ન પછીથી જ પતિ પોતાની પત્નીના ચારિત્ર્ય પર શંકા કરતો હતો, જેના કારણે તેમની વચ્ચે દરરોજ ઝઘડા થતા હતા. ડિસેમ્બર 2023માં, મહિલા પોતાના બાળક સાથે ઘર છોડીને અલગ રહેવા લાગી. 2024માં, તેણે કોર્ટમાં ભરણપોષણ માટે કેસ દાખલ કર્યો હતો.


આરોપી ફરાર

આરોપી ફરાર

1 જૂન, 2024ના રોજ, મહિલા પોતાના પતિના ફ્લેટમાં બાળકોના પુસ્તકો અને ગાદલું લેવા માટે ગઈ હતી. આ દરમિયાન, આરોપી પતિ ત્યાં પહોંચ્યો અને ફ્લેટની અંદરનો દરવાજો બંધ કરી દીધો. મહિલાનો આરોપ છે કે તેના પતિએ છરી બતાવીને તેને કપડાં ઉતારવા મજબૂર કરી અને તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા.

ત્યારબાદ, આરોપીએ મહિલાના ગુપ્તાંગ પર લીંબુ નીચોવતા કહ્યું કે, મેં તારા પર જાદુ કરી દીધો છે. તું હવે પાગલ થઈ જઈશ. તેણે ધમકી પણ આપી હતી કે જો તેણે કોઈને કહ્યું તો તે તેને મારી નાખશે. આ મામલે સાંગવી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આરોપી હજુ પણ ફરાર છે અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top