‘જનોઈ ઉતારીને આવ, ત્યારે જ..’, 45 મિનિટ સુધી આજીજી કરતો રહ્યો વિદ્યાર્થી, છૂટી ગઈ ગણિતની પરીક્ષા
કર્ણાટકના બીદર અને શિવમોગા જિલ્લાના પરીક્ષા કેન્દ્રો પર CET પરીક્ષા ખંડમાં પ્રવેશતા પહેલા કેટલાક વિદ્યાર્થીઓને જનોઇ (બ્રાહ્મણો દ્વારા પહેરવામાં આવતો દોરો) કાઢવા કહેવામાં આવતા વિવાદ ઊભો થઈ ગયો ચ્હે. રાજ્યના ઉચ્ચ શિક્ષણ મંત્રીએ જવાબદારો સામે કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે. વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) લેવામાં આવે છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગુરુવારે સવારે બિદરમાં એક વિદ્યાર્થીને ગણિતના પેપર આપ્યા વિના ઘરે પરત ફરવું પડ્યું હતું, કારણ કે સાંઈ સ્ફૂર્તિ કોલેજના પરીક્ષા કેન્દ્રની સ્ક્રીનીંગ કમિટીએ કથિત રૂપે તેને કેન્દ્રમાં પ્રવેશતા પહેલા પજનોઈ ઉતારવા કહ્યું હતું. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, છોકરાએ સ્ટાફને વિનંતી કરી કે તેને કેન્દ્રમાં પ્રવેશવા દેવામાં આવે કારણ કે જનોઈ પહેરવાથી તે કોઈપણ ગેરવર્તણૂક થવાની સંભાવના નથી.
જોકે, સ્ટાફે તેને એમ કહેતા પ્રવેશ ન આપ્યો કે તેનાથી પોતાને નુકસાન પહોંચી શકે છે. તેને કહેવામા આવ્યું કે, જનોઈ હટાવીને પરીક્ષા કેન્દ્રમાં જાય., પરંતુ તેણે તેમ કરવાની ના પાડી અને ગણિતનું પેપર આપ્યા વિના જ કેન્દ્ર પરથી જતો રહ્યો. જોકે, બપોરે પછી છોકરાને જનોઈ પહેરીને પહેરીને બાયોલોજીની પરીક્ષા આપવાની મંજૂરી આપવામાં આવી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ જ વિદ્યાર્થીએ એક દિવસ અગાઉ કોઈ સમસ્યા વિના ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રની પરીક્ષા પણ આપી હતી.
પરીક્ષા ચૂકી ગયેલા વિદ્યાર્થીએ કહ્યું કે, કોલેજ મેનેજમેન્ટ અને પોલીસ જેવા દેખાતા ત્રણ લોકોએ મને જનોઈ ઉતારીને આવવા કહ્યું. તેમણે મને કહ્યું કે, જનોઈ ઉતાર્યા બાદ જ મને પેપર લેવાની મંજૂરી આપવામાં આવશે. જ્યારે વિદ્યાર્થીને પૂછવામાં આવ્યું કે શું તે એકલો જ હતો કે અન્ય વિદ્યાર્થીઓને પણ આવું કરવાનું કહેવામાં આવ્યું હતું, ત્યારે વિદ્યાર્થીએ કહ્યું કે, ‘માત્ર મને જ આવું કરવાનું કહેવામાં આવ્યું હતું. તપાસ કર્યા પછી અન્ય વિદ્યાર્થીઓને રાબેતા મુજબ પ્રવેશ આપવામાં આવ્યો. મેં તેમને કહ્યું કે બ્રાહ્મણ સમુદાયમાં જનોઈ હટાવવાની મંજૂરી નથી અને મને ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રના પેપર આપવા દેવામાં આવ્યા. ગણિતના પેપર માટે આટલો પ્રતિબંધ કેમ હતો?
વિદ્યાર્થીઓના વાલીઓએ ફરિયાદ કરી નથી
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘અમને અત્યાર સુધી વાલીઓ તરફથી કોઈ ફરિયાદ મળી નથી, પરંતુ તપાસ મુજબ, જ્યારે અમે કોલેજના અધિકારીઓને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે પરીક્ષા માટે માત્ર ઇમારત આપવામાં આવી છે અને પ્રવેશ પરીક્ષા કે અન્ય વ્યવસ્થામાં તેમની કોઈ ભૂમિકા નથી, જ્યારે પરીક્ષા કેન્દ્રના સ્ટાફે દાવો કર્યો હતો કે તેમણે કોઈપણ વિદ્યાર્થીને શર્ટ કે જનોઈ કાઢવા કહ્યું નથી. નિયમ મુજબ, તેમણે વિદ્યાર્થીઓને કલવા (કાંડામાં પહેરવામાં આવતો દોરો) કાઢવા કહ્યું હતું.
વિદ્યાર્થીએ કહ્યું કે, અન્ય પેપર્સ માટે યોગ્ય તપાસ કરવામાં આવી ન હતી અને તેઓ હવે તેઑ એમ કરી રહ્યા છે. હું 45 મિનિટ સુધી વિનંતી કરતો રહ્યો. બિદરના ડેપ્યુટી કમિશનર શિલ્પા શર્માએ જણાવ્યું હતું કે આ મામલો તેમના ધ્યાન પર આવતા જ, ઉપરોક્ત કેન્દ્રના મુખ્ય પરીક્ષકને કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી અને આ મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે જિલ્લા વહીવટીતંત્ર આવા વર્તનનો સખત વિરોધ કરે છે. બિદર પોલીસ અધિક્ષકે પણ ખાતરી આપી છે કે તેઓ ઇન્વેસ્ટિગેશન ટીમને કારણ બતાવો નોટિસ આપશે જેથી આવી ઘટનાઓ ફરી ન બને.
શિવમોગા પોલીસના જણાવ્યા અનુસાર, બુધવારે આદિચુંચનગિરી પીયુ કોલેજ પરીક્ષા કેન્દ્ર પર સુરક્ષા કર્મચારીઓ દ્વારા 3 વિદ્યાર્થીઓને કથિત રીતે જનોઈ ઉતારવા કહ્યું હતું. આરોપો અનુસાર, એક વિદ્યાર્થીએ જનોઈ ઉતારવાનો ઇનકાર કરી દીધો અને તેને પરીક્ષામાં બેસવાની મંજૂરી ન આપવામાં આવી હતી, જ્યારે અન્ય 2 વિદ્યાર્થીએ પરીક્ષા ખંડમાં પ્રવેશતા પહેલા જનોઈ ઉતારી દીધી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp