પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત, આખી રાત LoC પર કર્યું ફાયરિંગ, ભારતે આપ્યો જડબાતોડ જવાબ

પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત, આખી રાત LoC પર કર્યું ફાયરિંગ, ભારતે આપ્યો જડબાતોડ જવાબ

04/25/2025 National

SidhiKhabar

SidhiKhabar

પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત, આખી રાત LoC પર કર્યું ફાયરિંગ, ભારતે આપ્યો જડબાતોડ જવાબ

પહેલગામ આતંકવાદી હુમલાને કારણે દેશભરમાં ગુસ્સો છે. સેના દ્વારા આતંકીઓની શોધખોળમાં મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. તો સરકાર પણ પોતાના સ્તરે મોટા પગલાં ઉઠાવી રહી છે. ભારતે સિંધુ જળ સંધિ રદ કરવાની જાહેરાત કરી છે, અને તેની બાબતે એક પત્ર લખીને આ સંધિ રદ કરવાનું કારણ બતાવ્યું છે. તો પાકિસ્તાને આ સંધિ રદ કરવામાં આવશે અને સિંધુનું પાણી વાળવાનો પણ પ્રયાસ કરશે તો યુદ્ધ ચાલુ કરવા જેવું માનવમાં આવશે તેમ કહીને લાવરા કરી રહ્યું છે. આ દરમિયાન, પાકિસ્તાની સેનાએ આખી રાત નિયંત્રણ રેખા પર ગોળીબાર ચાલુ રાખ્યો, જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો.


પાકિસ્તાની સેનાએ રાતભર LoC પર કર્યો ગોળીબાર

પાકિસ્તાની સેનાએ રાતભર LoC પર કર્યો ગોળીબાર

પાકિસ્તાની સેના દ્વારા LoC પર અનેક ચોકીઓ પરથી આ ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. જોકે, આ હુમલામાં ભારતીય તરફથી કોઈ પ્રકારની ક્ષતિ થઈ નથી. એક અધિકારીએ જણાવ્યું હતું, કે પાકિસ્તાની સેનાએ નાના હથિયારોથી સરહદ પર હુમલો કર્યો હતો. આપણી સેનાએ જડબાતોડ જવાબ આપ્યો. હાલમાં આ મામલે વધુ માહિતી મેળવવામાં આવી રહી છે. હાલમાં કોઈ નુકસાન થયું નથી.


ભારત-પાકિસ્તાન હાઇ એલર્ટ પર

ભારત-પાકિસ્તાન હાઇ એલર્ટ પર

ફેબ્રુઆરીમાં, પાકિસ્તાની સેનાએ પૂંછ જિલ્લામાં LoC પર ભારતીય ચોકીઓ પર હુમલો કર્યો હતો, જેનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો હતો. આ ઘટના એવા સમયે બની છે જ્યારે 22 એપ્રિલે પહેલગામમાં આતંકવાદીઓએ હુમલો કર્યો હતો, જેમાં 26 લોકો માર્યા ગયા હતા જ્યારે 17 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ, ભારત અને પાકિસ્તાન હાઇ એલર્ટ પર છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top