પહેલગામ આતંકવાદી હુમલાથી દુઃખી શહાબુદ્દીન ઘર વાપસી કરીને બન્યો શ્યામલાલ, બોલ્યો- 'મને ભૂલનો અહે

પહેલગામ આતંકવાદી હુમલાથી દુઃખી શહાબુદ્દીન ઘર વાપસી કરીને બન્યો શ્યામલાલ, બોલ્યો- 'મને ભૂલનો અહેસાસ થઇ ગયો'

04/26/2025 National

SidhiKhabar

SidhiKhabar

પહેલગામ આતંકવાદી હુમલાથી દુઃખી શહાબુદ્દીન ઘર વાપસી કરીને બન્યો શ્યામલાલ, બોલ્યો- 'મને ભૂલનો અહે

પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાએ દેશના દરેક નાગરિકને વિચારવા માટે મજબૂર કરી દીધા છે. શુક્રવારે તેની અસર ઇન્દોરના કુલકર્ણી ભટ્ટા વિસ્તારમાં એક મુસ્લિમના હૃદય પરિવર્તનના રૂપમાં સામે આવી. તેણે ઘર વાપસી કરવાનો નિર્ણય લેતા ફરી સનાતન ધર્મ અપનાવી લીધો. પોતાનું નામ શહાબુદ્દીનથી બદલીને શ્યામ લાલ રાખ્યું. શ્યામ લાલ છેલ્લા 40 વર્ષથી આ વિસ્તારના સૈયદ નિઝામુદ્દીનની દરગાહમાં સેવા આપી રહ્યો હતો. અગાઉ તે પરિસરમાં કવ્વાલીનું આયોજન કરતો હતો, પરંતુ હવે તેણે ત્યાં હનુમાન ચાલીસા, રામાયણ અને સુંદરકાંડનો પાઠ કરવાનો નિર્ણય લીધો છે.


પહેલગામ હુમલા બાદ મુસ્લિમ વ્યક્તિએ લીધો નિર્ણય

પહેલગામ હુમલા બાદ મુસ્લિમ વ્યક્તિએ લીધો નિર્ણય

શ્યામ લાલના ઘર વાપસીના અવસર પર  દરગાહ પરિસરમાં હનુમાન ચાલીસા અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વિસ્તારના મુસ્લિમોએ પણ ભાગ લીધો હતો. શ્યામલાલ પહેલા સનાતની હતો, પરંતુ કવ્વાલીથી પ્રભાવિત થયા બાદ તેણે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો. તેનું કહેવું હતું કે, પહેલગામ આતંકવાદી હુમલાએ મને વિચારવા માટે મજબૂર કરી દીધો. ધર્મના નામે કોઈ કોઈની હત્યા કેવી રીતે કરી શકે?


ઘર વાપસી બાદ કરાવ્યો સુંદરકાંડનો પાઠ

ઘર વાપસી બાદ કરાવ્યો સુંદરકાંડનો પાઠ

આ ઘટના પર ઊંડાણપૂર્વક વિચાર કર્યા બાદ, મને મારી ભૂલનો અહેસાસ થયો અને મેં કવ્વાલી બંધ કરી દીધી. પછી ઘર વાપસીનો નિર્ણય લીધો. હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠ કરીને પ્રસાદ વહેંચ્યો. સાથે જ, પહેલગામમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ઘર વાપસીના સવાલ પર શ્યામ લાલે કહ્યું કે હું ભટકી ગયો હતો, એટલે ત્યાં જતો રહ્યો. લોકો સાથે વાત કરવા અને તેમના સમજાવ્યા બાદ પાછો આવ્યો છું. હવે હું આખું વર્ષ સુંદરકાંડનો પાઠ કરીશ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top