આજથી બદલાઈ ગયા ટ્રાફિકના નિયમો, આ ભૂલો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરાવી દેશે

આજથી બદલાઈ ગયા ટ્રાફિકના નિયમો, આ ભૂલો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરાવી દેશે

04/01/2025 National

SidhiKhabar

SidhiKhabar

આજથી બદલાઈ ગયા ટ્રાફિકના નિયમો, આ ભૂલો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરાવી દેશે

આજથી નવું નાણાકીય વર્ષ ચાલુ થઇ ગયું છે, નવા નાણાકીય વર્ષની સાથે જ કેટલાક નવા નિયમો લાગૂ થઇ ગયા છે, જેમાંથી એક ટ્રાફિકનો નિયમ પણ છે. વાહન ચાલકો માટે સરકારે નવા નાણાકીય વર્ષ (2025-26) પર નિયમોમાં સુધારો કર્યો છે. નવા નાણાકીય વર્ષ માટે નિયમો પહેલા કરતા વધુ કડક કરવામાં આવ્યા છે. જો ડ્રાઈવરનું ચલણ કરવામાં આવ્યું હોય અને દંડ ન ભર્યો હોય તો તે મોંઘુ સાબિત થઈ શકે છે. તમારું લાઇસન્સ પણ જપ્ત થઈ શકે છે. સરકારે હવે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા અને સમયસર ચલણ ન ભરનારાઓ સામે સખ્તાઇ કરી છે. જો ઈ-ચલાનની રકમ 3 મહિનાથી વધુ સમય માટે બાકી હોય તો કાયદા અમલીકરણ એજન્સીઓ તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કરી શકે છે. જો કોઈ ડ્રાઈવર સિગ્નલ તોડવા, ખતરનાક ડ્રાઈવિંગ કે અન્ય નિયમોનો ભંગ કરવા બદલ વર્ષમાં 3 ચલણ થાય છે, તો 3 મહિના માટે લાઇસન્સ જપ્ત થઈ શકે છે.


દર મહિને એલર્ટ મોકલવામાં આવશે

દર મહિને એલર્ટ મોકલવામાં આવશે

સરકારી આંકડા અનુસાર, નિયમોમાં સખ્તાઇનું કારણ ચલનની રકમની ઓછી વસૂલાત છે. સરકાર ઈ-ચલણની રકમમાંથી માત્ર 40 ટકા રકમ વસૂલવામાં સફળ રહી છે. સરકારે રણનીતિના ભાગરૂપે લાયસન્સ સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. જો કોઈ ડ્રાઈવર પાસે નાણાકીય વર્ષમાં 2 કે તેથી વધુ ચલણ હોય, તો સરકાર તેને ઉચ્ચ વીમા પ્રીમિયમ સાથે જોડી શકે છે. જો વાહન માલિકને મોડેથી ચલણનું એવર્ટ મળ્યું હોય કે ખોટું ચલણ જાહેર કરવામાં આવ્યું હોય, તો આવા કેસો ઉકેલવા માટે એક અલગ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયા અપનાવવામાં આવશે.

CCTV કેમેરાઓનું યોગ્ય સંચાલન કરવામાં આવશે. પેન્ડિંગ ચલણો અંગે વાહન માલિકો અને ડ્રાઇવરોને દર મહિને એલર્ટ મોકલવામાં આવશે. જાહેર કરાયેલા આંકડા અનુસાર, રાજ્યોમાં ચલણ વસૂલાતનો દર ઘણો ઓછો છે. દિલ્હીમાં સૌથી ઓછો રિકવરી દર 14 ટકા છે. તો, કર્ણાટકમાં ચલણ કલેક્શનનો દર 21 ટકા, ઉત્તર પ્રદેશમાં તે 27 ટકા છે. મહારાષ્ટ્ર અને હરિયાણામાં સૌથી વધુ રિકવરી રેટ અનુક્રમે 62 અને 76 ટકા છે.


દિલ્હી ટ્રાફિક પોલીસને મળ્યું ખાસ ઇન્ટરસેપ્ટર

દિલ્હી ટ્રાફિક પોલીસને મળ્યું ખાસ ઇન્ટરસેપ્ટર

દિલ્હી ટ્રાફિક પોલીસ દળને ટ્રાફિક ઉલ્લંઘન કરનારાઓ પર કાર્યવાહી કરવા માટે 360 ડિગ્રી ફરતું AI-સંચાલિત 4D રડાર-ઇન્ટરસેપ્ટર મળ્યું છે. આ સિસ્ટમ ઓવરસ્પીડિંગ, સીટ બેલ્ટ વિના વાહન ચલાવવું અથવા ડ્રાઇવિંગ કરતા ફોનનો ઉપયોગ કરવા જેવા ટ્રાફિકના ઉલ્લંઘનને શોધી કાઢવામાં સક્ષમ છે. મીડિયા અહેવાલ મુજબ, આ AI ટેક્નોલોજી કોઈપણ માનવીય હસ્તક્ષેપ વિના નિયમભંગ કરનારાઓને આપમેળે ઈ-ચલણ જાહેર કરશે. ઇન્ટરસેપ્ટર 360-ડિગ્રી ફરતા ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન (ANPR) કેમેરા સાથે ફીટ છે, જ્યારે તેની રડાર સિસ્ટમ એકસાથે અનેક વાહનોને ટ્રેક કરી શકે છે. અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તે વાહનોની ગતિને માપી શકે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top