પંજાબ પોલીસે નેપાળના કાઠમાંડુમાં કરી દીધો કાંડ, ગૃહ મંત્રાલય પણ સ્તબ્ધ

પંજાબ પોલીસે નેપાળના કાઠમાંડુમાં કરી દીધો કાંડ, ગૃહ મંત્રાલય પણ સ્તબ્ધ

04/07/2025 National

SidhiKhabar

SidhiKhabar

પંજાબ પોલીસે નેપાળના કાઠમાંડુમાં કરી દીધો કાંડ, ગૃહ મંત્રાલય પણ સ્તબ્ધ

Punjab Police: બોલિવુડ ફિલ્મોમાં, આપણે ઘણી બધી ભારતીય સુરક્ષા એજન્સીઓને નેપાળી ભૂમિ પર ગુપ્તચર કામગીરી ચલાવતી જોઈ છે. નેપાળ જવા માટે કોઇ પાસપોર્ટની જરૂર નથી હોતી. કોઈપણ પ્રતિબંધ વિના ત્યાં જઈ શકે છે. એવામાં અનેક રાજ્યોની પોલીસ તપાસ માટે ગુપ્ત રીતે નેપાળ જાય છે. પંજાબ પોલીસે પણ આવો જ પ્લાન બનાવ્યો હતો. પંજાબ પોલીસની એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સ (AGTF) ​​ગુનેગારની ધરપકડ કરવા માટે ગુપ્ત રીતે નેપાળની રાજધાની કાઠમંડુ પહોંચી હતી. તેઓ ગુંડાઓને પકડે તે પહેલા નેપાળ પોલીસે AGTFની ધરપકડ કરી હતી. આ સમગ્ર પ્રકરણ ભારત સરકાર માટે શરમનું કારણ બની ગયુ છે.

હિન્દુસ્તાન ટાઈમ્સે સૂત્રોના સંદર્ભે લખ્યું છે કે કેન્દ્ર સરકારની અપીલ બાદ નેપાળ સરકારે પંજાબ પોલીસની ટીમને મુક્ત કરી હતી. આ ઘટના ફેબ્રુઆરી મહિનાની હોવાનું કહેવામાં આવી છે. ત્યારબાદ, માર્ચમાં, ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે એક આદેશ જાહેર કર્યો, જેમાં પંજાબનું નામ લીધા વિના સ્પષ્ટપણે કહેવામાં આવ્યું કે તપાસ માટે કોઈપણ વિદેશી જમીન પર જતા પહેલા ફરજિયાત પરવાનગી લેવી જરૂરી છે.


પંજાબ પોલીસે શું કહ્યું?

પંજાબ પોલીસે શું કહ્યું?

એક અધિકારીએ કહ્યું કે, "કોઈપણ પરવાનગી વિના પોલીસ ટીમની મુલાકાત ભારતીય પક્ષ માટે શરમનું કારણ બની ગઈ. આ બાબતથી વાકેફ અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારત અને નેપાળ આ ઘટનાને ગુપ્ત રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે, કારણ કે બંને પક્ષો ગુનાહિત તપાસમાં ઔપચારિક અને અનૌપચારિક રીતે એકબીજાને મદદ કરે છે. નેપાળના ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ અને પ્રવક્તા રામચંદ્ર તિવારીએ કહ્યું કે, "અમને આવી કોઈ ઘટનાની જાણ નથી. પંજાબ AGTF ના વડા પ્રમોદ બાને કબૂલ્યું હતું કે પંજાબ પોલીસ માહિતી એકત્ર કરવા નેપાળ ગઈ હતી પરંતુ ત્યાં કોઈ પણ પ્રકારની કામગીરી ચલાવવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. તેમણે નેપાળમાં ઓપરેશન ચલાવવાની વાતનો ઇનકાર કરી દીધો હતો.


ગૃહ મંત્રાલયે માર્ગદર્શિકા બહાર પાડી

ગૃહ મંત્રાલયે માર્ગદર્શિકા બહાર પાડી

19 માર્ચે, ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને DGPને એક પત્ર લખ્યો હતો, જેમાં પંજાબ અને નેપાળ બંનેનું નામ નથી. એવું કહેવામાં આવ્યું હતું કે તાજેતરના કેસમાં એવું જોવામાં આવ્યું હતું કે, રાજ્ય પોલીસની એક ટીમે આ દેશમાં ગુનાહિત કેસની પરવાનગી વિના તપાસ કરી હતી. જેનાથી પ્રતિકૂળ પરિસ્થિતિ પેદા થઇ ગઇ હતી. મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું હતું કે વિદેશમાં સક્ષમ અધિકારીઓની પૂર્વ મંજૂરી વિના અને વિદેશ મંત્રાલય અથવા સંબંધિત ભારતીય મિશનની જાણ વિના વિદેશી પોલીસ કર્મચારીઓ દ્વારા ફોજદારી કેસોમાં તપાસ માટે કોઈપણ વિદેશી દેશની મુલાકાત ભારત માટે શરમનું કારણ બની શકે છે. તેથી, એવી વિનંતી કરવામાં આવે છે કે પોલીસ કર્મચારીઓને યોગ્ય રીતે સંવેદનશીલ બનાવવામાં આવે, જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે તપાસ માટે કોઈ પણ બીજા દેશમાં જતા પહેલા યોગ્ય સ્તરે યોગ્ય મંજૂરી લેવામાં આવે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top