પાકિસ્તાની ડિપ્લોમેટની તોછડી હરકત, ભારતીયોનું ગળું કાપવાનો કર્યો ઈશારો, લંડન પોલીસે શરૂ કરી કાર

પાકિસ્તાની ડિપ્લોમેટની તોછડી હરકત, ભારતીયોનું ગળું કાપવાનો કર્યો ઈશારો, લંડન પોલીસે શરૂ કરી કાર્યવાહી, જુઓ વીડિયો

04/28/2025 National

SidhiKhabar

SidhiKhabar

પાકિસ્તાની ડિપ્લોમેટની તોછડી હરકત, ભારતીયોનું ગળું કાપવાનો કર્યો ઈશારો, લંડન પોલીસે શરૂ કરી કાર

બ્રિટનમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર જે બન્યું તેનાથી ફરી એકવાર પાકિસ્તાનની ઝેરી માનસિકતા છતી થઈ ગઈ. ભારતીય મૂળના લોકોએ પહેલગામ આતંકવાદી હુમલા સામે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પરંતુ પાકિસ્તાને પોતાના ઘૃણાસ્પદ કૃત્યોથી આ વિરોધને અપમાનિત કરવાનો શરમજનક પ્રયાસ કર્યો. સૌથી શરમજનક કૃત્ય પાકિસ્તાની ડિપ્લોમેટ કર્નલ તૈમૂરે કર્યું હતું. લંડનમાં પાકિસ્તાન હાઈ કમિશનની બાલ્કનીમાં ઉભા રહીને, તેણે ભારતીય વિરોધીઓના ગળા કાપી નાખવાનો ઈશારો કર્યો. વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનનો ફોટો હાથમાં પકડીને, તે હસતો રહ્યો અને "ટી ઈઝ ફેન્ટાસ્ટિક જેવા બેનર સાથે વાહિયાત વ્યંગાત્મક ટોણા મારતો રહ્યો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને હવે મેટ્રોપોલિટન પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.


બોખલાયેલા પાકિસ્તાનનું શરમજનક કૃત્ય

બોખલાયેલા પાકિસ્તાનનું શરમજનક કૃત્ય

ભારતીય સમુદાયના લોકોનો ગુસ્સો વાજબી હતો. તેઓ માત્ર આતંકવાદી હુમલા સામે અવાજ ઉઠાવી રહ્યા હતા, જેમાં નિર્દોષ ભારતીયો માર્યા ગયા હતા. તેઓ હાથમાં 'હું હિન્દુ છું' જેવા પોસ્ટરો લઈને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા હતા. પરંતુ પાકિસ્તાન હાઈ કમિશને ત્યાં મોટા મોટા સ્પીકર્સ લગાવડાવ્યા, ગીતો વગાડ્યા અને અશ્લીલ નારેબાજી કરાવડાવી જેથી ભારતીયોનો અવાજ દબાવી શકાય.


પોલીસ ફરિયાદ છતા અવગણના

પોલીસ ફરિયાદ છતા અવગણના

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલમાં જણાવાયું છે કે જ્યારે ભારતીયોએ વિરોધ કર્યો ત્યારે પોલીસ તેમની સામે જ કડક બની ગઈ. એક ગુજરાતી યુવકને એવી રીતે પકડવામાં આવ્યો જાણે તે ગુનેગાર હોય. 15 પોલીસકર્મીઓ તેનો પીછો કરવામાં અને તેને પકડવામાં વ્યસ્ત હતા જ્યારે ખરા ઉશ્કેરણી કરનારાઓ, પાકિસ્તાન સમર્થકોને ખુલ્લી છૂટ આપવામાં આવી.. ભારતીય સમુદાયનું કહેવું છે કે તેમણે ઘણી વખત પોલીસને ફરિયાદ કરી હતી, પરંતુ તેમની ફરિયાદોને અવગણવામાં આવી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top