મુકેશ અંબાણીની આ કંપનીમાં રોકાણ કરનારા શેરધારકો બનશે માલામાલ, જંગી ડિવિડન્ડની થઈ જાહેરાત
Jio Financial Services: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપની કંપની જિયો ફાઇનાન્શિયલે ગુરુવારે માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા હતા. આ સાથે, કંપનીએ પોતાના શેરધારકો માટે એક જંગી ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. આ જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડ (Jio Financial Services) દ્વારા શેરધારકોને આપવામાં આવનારું આ પહેલું કેશ રિવોર્ડ હશે. જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 31 માર્ચ, 2025ના રોજ સમાપ્ત થયેલા નાણાકીય વર્ષ માટે પ્રતિ શેર 0.50 રૂપિયાના ડિવિડન્ડની ભલામણ કરી છે.
કંપનીએ પોતાની એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, તેણે 31 માર્ચ, 2025ના રોજ સમાપ્ત થયેલા નાણાકીય વર્ષ માટે 10 રૂપિયાના ફેસ વેલ્યુવાળા ઇક્વિટી શેર દીઠ 0.50 રૂપિયાના ડિવિડન્ડની ભલામણ કરી છે. જોકે, કંપનીએ પરિણામોની જાહેરાત સાથે ડિવિડન્ડ માટે રેકોર્ડ ડેટ અને ચૂકવણી તારીખ અંગે માહિતી આપી નથી. કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં કહ્યું છે કે, તેની માહિતી યોગ્ય સમયે આપવામાં આવશે.
જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડે ગુરુવારે જણાવ્યું હતું કે, કંપનીએ 31 માર્ચ, 2025ના રોજ સમાપ્ત થયેલા નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં 1.8 ટકાના વધારા સાથે 316.11 કરોડ રૂપિયામો વૃદ્ધિ નોંધાઈ હતી, જ્યારે ગત નાણાકીય વર્ષ 2023-24ના સમાન ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 310.63 કરોડ રૂપિયા હતો. ત્રીજા ક્વાર્ટરમાં તે 295 કરોડ રૂપિયા હતો. કંપનીની આવક 518 કરોડ રહી, જે પાછલા નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં 418 કરોડ હતી. આ એક વર્ષમાં 24 ટકાનો વધારો દર્શાવે છે.
જ્યારે કોઈ કંપની પોતાના નફાનો એક ભાગ તેના શેરધારકોને આપે છે, ત્યારે તેને ડિવિડન્ડ કહેવામાં આવે છે. આ એક પ્રકારનો પુરસ્કાર છે જે શેરધારકોને કંપનીમાં રોકાણ કરવા બદલ આપવામાં આવે છે.
ગુરુવારે, BSE પર જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસના શેર 246.45 રૂપિયા પર બંધ થયા હતા, જે તેના અગાઉની બંધ કિંમત 242.25 રૂપિયાથી 1.73 ટકા વધુ છે. ગુરુવારે શેર 242.75 પર ખુલ્યો અને દિવસના વ્યાપાર દરમિયાન 248 રૂપિયાના ઇન્ટ્રાડે ઊંચી સપાટી સ્પર્શી લીધી હતી. તો, શેરનું સૌથી નીચું સ્તર 238.25 રૂપિયા હતું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp