કેનેડામાં ભારતીય વિદ્યાર્થિનીને બસ સ્ટોપ પર મારી દેવાઈ ગોળી, મોત; હત્યાનું કારણ આવ્યું સામે

કેનેડામાં ભારતીય વિદ્યાર્થિનીને બસ સ્ટોપ પર મારી દેવાઈ ગોળી, મોત; હત્યાનું કારણ આવ્યું સામે

04/19/2025 World

SidhiKhabar

SidhiKhabar

કેનેડામાં ભારતીય વિદ્યાર્થિનીને બસ સ્ટોપ પર મારી દેવાઈ ગોળી, મોત; હત્યાનું કારણ આવ્યું સામે

Canada: કેનેડામાં એક ભારતીય વિદ્યાર્થિનીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. વિદ્યાર્થિની 21 વર્ષની હતી. તે ઘરની બહાર નીકળી અને બસ સ્ટોપ પર બસની રાહ જોઈ રહી હતી. આ દરમિયાન, વિદ્યાર્થીની સામેથી એક કાર પસાર થઈ અને તેમાં બેઠેલા વ્યક્તિએ તેના પર ગોળી ચલાવી દીધી. મૃતક વિદ્યાર્થિનીનું નામ હરસિમરત રંધાવા છે, જે કેનેડાના ઓન્ટારિયોમાં મેહોક કૉલેજમાં અભ્યાસ કરતી હતી. હેમિલ્ટન પોલીસ હત્યાકાંડની તપાસ કરી રહી છે.


હત્યાનું કારણ શું છે?

હત્યાનું કારણ શું છે?

હરસિમરત રંધાવાની હત્યા અંગે માહિતી શેર કરતા, ટોરોન્ટોમાં ભારતીય કોન્સ્યૂલેટ જનરલે જણાવ્યું હતું કે ઓન્ટારિયોના હેમિલ્ટનમાં ભારતીય વિદ્યાર્થિની હરસિમરત રંધાવાના મોતથી અમને ખૂબ જ દુઃખ થયું છે. સ્થાનિક પોલીસનું કહેવું છે કે હરસિમરત નિર્દોષ હતી અને તે ગેંગ વૉરનો શિકાર બની ગઇ.

સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, હરસિમરત જે બસ સ્ટેશન પર બસની રાહ જોઈ રહી હતી ત્યાં અચાનક 2 જૂથો વચ્ચે ગોળીબાર શરૂ થઈ ગયો. 2 વાહનો એકબીજા પર ગોળીબાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને ભૂલથી ગોળી હરસિમરતને લાગી ગઈ.


ભારતીય દૂતાવાસે માહિતી આપી

ભારતીય દૂતાવાસે માહિતી આપી

હરસિમરત રંધાવા અજાણતાં આ ઘટનાનો ભોગ બની અને મોત થઇ ગયું. આ ઘટનાની તપાસ ચાલુ છે. ટોરોન્ટોમાં ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે, દૂતાવાસ હરસિમરતના પરિવારના સંપર્કમાં છે. તેમની બધી જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ મુશ્કેલ સમયમાં અમે તેમના પરિવાર સાથે છીએ.

ઘટના અંગે માહિતી આપતાં હેમિલ્ટન પોલીસે જણાવ્યું કે અમને સાંજે લગભગ 7:30 વાગ્યે આ હત્યાની માહિતી મળી હતી. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે તેમણે જોયું કે હરસિમરત રંધાવા બેભાન હતી અને તેમની છાતીમાં ગોળી વાગી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં તેનું મોત થઇ ગયું.


તપાસ કરી રહી છે પોલીસ

તપાસ કરી રહી છે પોલીસ

પોલીસે નજીકના CCTV ફૂટેજની તપાસ કરી, જેમાં જાણવા મળ્યું કે કાળા રંગની કારમાં બેઠેલા એક વ્યક્તિએ હરસિમરત પર ગોળી ચલાવી અને ઘટનાસ્થળે પરથી ફરાર થઇ ગયો. આ ઘટનામાં અન્ય કોઈ જાનહાનિના અહેવાલ નથી. પોલીસ આ ઘટનાને લઇને તપાસ કરી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top