સુરત: 118 રત્ન કલાકારોને પાણીમાં સેલ્ફોસ આપીને રામ રમાડી દેવાનો કારસો, 2ની હાલત ગંભીર

સુરત: 118 રત્ન કલાકારોને પાણીમાં સેલ્ફોસ આપીને રામ રમાડી દેવાનો કારસો, 2ની હાલત ગંભીર

04/10/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સુરત: 118 રત્ન કલાકારોને પાણીમાં સેલ્ફોસ આપીને રામ રમાડી દેવાનો કારસો, 2ની હાલત ગંભીર

સુરતમાં રત્ન કલાકારો મંદીનો માર ઝેલી રહ્યા છે, ત્યારે સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી એક હીરાની પેઢીમાં હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે. કોઈક માથાભારે શખ્સે પીવાના પાણીમાં અનાજમાં નાખવામાં આવતી દવા (સેલ્ફેલ) ભેળવી દીધી હતી. એક કર્મચારી પાણીનો સ્વાદ પારખી જતા તેણે આ મામલે કંપનીને જાણ કરી હતી. ત્યારબાદ પાણી પીનારા 118 રત્ન કલાકારોને સારવાર માટે કિરણ અને ડાયમંડ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાં 2 રત્ન કલાકારોની હાલત ગંભીર હોવાથી સારવાર માટે ICUમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.


પાણીના કુલરમાં કોઇકે સેલ્ફોસ ભેળવી દીધું

પાણીના કુલરમાં કોઇકે સેલ્ફોસ ભેળવી દીધું

મળતી માહિતી મુજબ અનભ જેમ્સ નામની હીરાની પેઢીમાં કામ કરતા 118 રત્ન કલાકારોને એક સાથે ઝેરની અસર થતા બુધવારે પોલીસ, આરોગ્ય વિભાગ અને મહાનગરપાલિકા પ્રશાસન દોડતું થઈ ગયું હતું. આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો બુધવારે સવારે હીરાની આ પેઢીમાં એક શિફ્ટમાં 800 જેટલા રત્ન કલાકાર કામ કરતા હતા. ત્યારે પીવાના પાણીના કુલરમાં કોઈ માથાભારે શખ્સે સેલ્ફોસ નામનો પાઉંડર ભેળવી દીધો હતો. આ મામલો ત્યારે સામે આવ્યો, જ્યારે પેઢીના એક કર્માચારીને પાણીનો સ્વાદ થોડો અલગ અને ઝેરી લાગ્યો. ત્યારબાદ આ કર્મચારીએ આ અંગે કંપનીને જાણ કરી હતી.

ત્યારબાદ સેલ્ફોસ દવાનું પડીકું મળી આવતા ત્યાં હાહાકાર મચી ગયો હતો અને આ પાણી પીનારા 118 રત્ન કલાકારોને સારવાર માટે તાત્કાલિક હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી 14ને ડાયમંડ હૉસ્પિટલમાં દાખલ કરાયા છે, જેમનું સ્વાસ્થ્ય સારું છે. આ સિવાય 104 રત્ન કલાકારોને કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી 2 રત્ન કલાકારોની હાલત ગંભીર છે. જેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. કાપોદ્રામાં આ ઘટના સામે આવ્યા બાદ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. તો મેયર દક્ષેશ માવાણી, કમિશનર શાલિની અગ્રવાલ અને શિક્ષણ મંત્રી પ્રગુલ પાનસેરિયાએ કિરણ હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા રત્ન કલાકારોની મુલાકાત લઈ તેમના સ્વાસ્થ્યની ભાળ લીધી હતી.


આ ઝેરી દવા પાણીની ટાંકી ચોખ્ખી કરવા પણ વપરાતી નથી

આ ઝેરી દવા પાણીની ટાંકી ચોખ્ખી કરવા પણ વપરાતી નથી

મનગર પાલિકાના નાયબ કમિશનર આશિષ નાયકે જણાવ્યુ હતું. ઘટનાની જાણકારી મળતા જ સરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભગની ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. હાલમાં 118 જેટલા રત્નકલાકારને સેલ્ફોસ નામના ઝેરી પાઉડરની અસર થઈ છે. સેલ્ફોસ નામનો આ પાઉડર ખૂબ જ ઝેરી છે. આ પાઉડર પાણીની ટાંકી ચોખ્ખી કરવા પણ વપરાતો નથી. પાલિકા દ્વારા આપતા પાણીના કારણે તો આ ઘટના નથી બનીને? એ અંગે તપાસ કરવા માટે મહાનગરપાલિકાની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

પોલીસ ઈન્સ્પેકટર કેવી ચાવડાએ જણાવ્યુ હતું કે, આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથધારવા સાથે જ FSLની પણ મદદ લીધી ચ્હે. પાણીમાં ઝેર ભળ્યું કે નહીં તેના માટે સેમ્પલ્સ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલ્સના આધારે ગુનો નોંધવામાં આવશે. જ્યાં પાણીનું કુલર હતું ત્યાં CCTV ન હોવાથી અંદરના જ કોઇકે પાણીના કુલરમાં સેલફોસ નાખ્યું હોય તેવી સંભાવના વ્યક્ત કરવામમા આવી છે.

આ દરમિયાન પાણીના કુલરમાં ઝેરી પાઉડર કોને ભેળવ્યો તે સામે આવ્યું નથી, પરંતુ 118 લોકોને રામ રમાડી દેવાનો કારસો ધરાવનાર માથાભારે મનોરોગી સામે નક્કર કાર્યવાહી થાય એ જરૂરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top