શરમ મરી પરવારી? સિવિલ હૉસ્પિટલના પોસ્ટમૉર્ટમ રૂમની બહાર પ્રેમી પંખીડાઓ અશ્લીલ વીડિયો..
સુરત સિવિલ હોસ્પિટલ દક્ષિણ ગુજરાતની પ્રજા માટે જીવાદોરી સમાન છે, પરંતુ આ હૉસ્પિટલનો વિવાદો સાથે પણ જૂનો સંબંધ રહ્યો છે. એક યા બીજા કારણોસર આ હૉસ્પિટલ અવારનવાર ચર્ચામાં આવતી રહે છે. થોડા દિવસ અગાઉ જ એક મહિલા થોડા કલાકો પહેલા જન્મેલા નવજાતને લઈને ફરાર થઇ ગઈ હતી, જેના કારણે અફરાતફરીની સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ પોલીસે ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક એક્શનમાં આવીને ગણતરીના કલાકોમાં આરોપી મહિલાની ધરપકડ કરી હતી. હવે સિવિલ હૉસ્પિટલ વધુ એક વખત ચર્ચામાં આવી છે. ખાનગી હૉસ્પિટલના એમ્બ્યુલન્સકર્મીના કારણે. ચાલો આગળ જાણીએ શું છે આખો મામલો.
દક્ષિણ ગુજરાત સહિત સુરતના અલગ-અલગ વિસ્તારોમાંથી લોકો અહીં સારવાર કરાવવા આવતા હોય છે. તો શહેરના વિવિધ વિસ્તારમાં મૃત્યુ પામેલા લોકો અને સિવિલ હૉસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓના મોત થયા બાદ મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે ખસેડવામાં આવે છે. અહીં પોસ્ટમોર્ટમ સહિત અલગ-અલગ કાર્યવાહી કરવામાં આવે છે. આ દરમિયાન મૃતકના સ્વજનો માટે પતરાનું શેડ બનાવવામાં આવ્યું છે, જ્યાં બાકડા પણ મુકવામાં આવ્યા છે, પરંતુ હવે આ બાંકડા અસમાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોય તેમ લાગી રહ્યું છે.
રૂમની બહારનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં શરમ મારી પરવારી હોય તેમ સુરત સિવિલ હૉસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની બહાર આવેલા પતરાના શેડ પર બેસીને પ્રેમી પંખીડા અશ્લીલ વીડિયો જોઈ રહ્યા હતા. વીડિયોમાં દેખાતો પુરુષ ખાનગી એમ્બ્યુલન્સનો ડ્રાઈવર હોવાની ચર્ચા થઇ રહી છે. આ જગ્યા પર બેસીને પ્રેમી પંખીડા જાહેરમાં અશ્લીલ વીડિયો જોતા હોવાથી સિવિલ તંત્ર સામે સવાલ ઉભા થઇ રહ્યા છે કે તેમણે આમ કરતા કેમ ન અટકાવ્યા? વિડીયો ઉતારનાર વ્યક્તિનું ધ્યાન આ તરફ ગયું પણ ત્યાં રહેલા સિક્યુરિટી ગાર્ડોને કેમ આ લોકો ધ્યાને ન આવ્યા?
નવી સિવિલ હૉસ્પિટલમાં ખાનગી એમ્બ્યુલન્સના ચાલકો આખો દિવસ પડ્યા પાથર્યા રહે છે. એ અગાઉ એક એમ્બ્યુલન્સકર્મીએ મૃતદેહ લઇ જવાના મામલે લોહિયાળ ઝઘડો કરી નાખ્યો હતો. ત્યારબાદમાં હત્યા સુધી પહોચ્યો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp