કલમા એક અરબી શબ્દ છે અને ઇસ્લામમાં તેનું ખૂબ મહત્વ છે. આ એક પ્રકારની ધાર્મિક ઘોષણા છે, જેનો અર્થ વચન અથવા શપથ થાય છે. આ એ પવિત્ર વાક્ય છે, જે વ્યક્તિની ઇસ્લામમાં શ્રદ્ધા વ્યક્ત કરે છે. તેને વાંચીને અને માનવાથી વ્યક્તિ ઇસ્લામ ધર્મ સ્વીકારે છે.
આ ઇસ્લામના 5 સ્તંભોમાંથી પહેલો અને સૌથી મહત્ત્વપૂર્ણ સ્તંભ છે. ઇસ્લામના 5 સ્તંભો કલમા, નમાઝ, રોઝા, જકાત અને હજ છે. કલમા એ ઇસ્લામનો પાયો છે, જે એકેશ્વરવાદ અને પયગમ્બર મુહમ્મદ (સલ્લ.)ની પયગંબરીને સ્વીકારે છે. તે દરેક મુસ્લિમ માટે શ્રદ્ધાનું પ્રતિક છે.
1- કલમા તૈયબ- લા ઇલાહા ઇલ્લાલ્લાહ, મુહમ્મદુર રસુલુલ્લાહ
(અલ્લાહ સિવાય કોઈ પૂજનીય નથી, અને મુહમ્મદ અલ્લાહના રસૂલ (દૂત) છે.)
2- કલમા શહાદત- અશ્હદુ અલ્લા ઇલાહા ઇલ્લાલ્લાહુ વહદહુ લા શરીકા લહુ, વ અશ્હદુ અન્ના મુહમ્મદન અબ્દુહુ વા રસુલુહુ
(હું જુબાની આપું છું કે અલ્લાહ સિવાય કોઈ ભગવાન નથી, તે એક છે, તેનો કોઈ ભાગીદાર નથી, અને હું જુબાની આપું છું કે મુહમ્મદ (સલ્લ.) તેના બંદા અને રસૂલ છે.)
3- કલમા તમજીદ- સુભાનાલ્લાહી વલહામદુ લિલ્લાહી વલા ઇલાહા ઇલ્લાલ્લાહુ વલ્લાહુ અકબર
(અલ્લાહ પવિત્ર છે, બધી પ્રશંસા અલ્લાહ માટે છે, અલ્લાહ સિવાય કોઈ પૂજ્ય નથી, અને અલ્લાહ સૌથી મહાન છે.)
4- કલમા તૌહીદ- લા ઇલાહા ઇલ્લાલ્લાહુ વદહદુ લા શરીકા લાહુ, લહુલ મુલ્કુ વ લહુલ હમ્દુ, યુહ્યી વ યુમીતુ વ હુ વ હય્યુન લા યમૂતુ, બિયદિહીલ ખૈરુ, વ હુ વ અલા કુલ્લિ શયઇન કદીર
(અલ્લાહ સિવાય કોઈ ભગવાન નથી, તેઓ એકલા છે, તેનો કોઈ ભાગીદાર નથી, તેનું જ રાજ્ય છે, તેની પ્રશંસા છે, તે જીવન આપે છે અને મૃત્યુ આપે છે, અને તેઓ સ્વંય જીવિત છે, જે ક્યારેય મરતા નથી, તેના હાથમાં બધી ભલાઈ છે, અને તે દરેક વસ્તુ પર કુદરત રાખે છે.)
5- કલમા ઇસ્તિગ્ફાર- અસ્તગફિરુલ્લાહ રબ્બી મીન કુલ્લી જમ્બિન વ અતુબુ ઇલૈહી
(હું મારા ભગવાન (અલ્લાહ) પાસેથી દરેક પાપ માટે માફી માગુ છું અને તેની તરફ પસ્તાવો કરું છું.)
6- કલમા રદ્દ-એ-કુફ્ર- અલ્લાહુમ્મા ઇન્ની અઉઝુ બિકા મીન અન ઉશરિકા બિકા શયઅન વ અના આલમુ, વ અસ્તગફિરુકા લિમા લા આલમુ
(હે અલ્લાહ! હું જાણી જોઈને તમારી સાથે ભાગીદાર બનાવવાથી તમારી શરણ માગુ છું, અને હું તમારી પાસેથી એ (પાપ) માટે માફી માગુ છું જે મને ખબર નથી.)
પહેલગામમાં, મંગળવારે, આતંકવાદીઓ આસપાસની ટેકરીઓ પરથી નીચે આવ્યા. તેમણે સ્ત્રીઓ અને બાળકોને એક બાજુ અને પુરુષો એક તરફ કરી દીધા. ત્યારબાદ આતંકવાદીઓએ આ પુરુષોને કલમા વાંચવાનું કહ્યું અને જ્યારે તેઓ કલમા વાંચી ન શક્યા, તો ગોળી મારી દીધી. આતંકવાદીઓએ ગોળીબાર કરતા પહેલા તેમના નામ અને ધર્મ પણ પૂછ્યા હતા. એટલું જ નહીં, આતંકવાદીઓએ પુરુષોને તેમના પેન્ટ પણ ઉતારવા મજબૂર કર્યા અને તેમના ગુપ્ત ભાગોની તપાસ પણ કરી.