Islamabad Express Derail: પાકિસ્તાનમાં મોટો અકસ્માત! લાહોર પાસે ઇસ્લામાબાદ એક્સપ્રેસના 10 ડબ્બા

Islamabad Express Derail: પાકિસ્તાનમાં મોટો અકસ્માત! લાહોર પાસે ઇસ્લામાબાદ એક્સપ્રેસના 10 ડબ્બા ખડી પડ્યા

08/02/2025 World

SidhiKhabar

SidhiKhabar

Islamabad Express Derail: પાકિસ્તાનમાં મોટો અકસ્માત! લાહોર પાસે ઇસ્લામાબાદ એક્સપ્રેસના 10 ડબ્બા

Islamabad Express Derail: પાકિસ્તાનમાં એક મોટી રેલ દુર્ઘટના ઘટી છે. ઇસ્લામાબાદ એક્સપ્રેસ ટ્રેનના 10 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. આ અકસ્માતમાં 30 મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી 3ની હાલત ખૂબ જ ગંભીર હોવાનું કહેવાય છે. આ અકસ્માત લાહોરથી લગભગ 50 કિમી દૂર શેખુપુરા જિલ્લાના કાલા શાહ કાકુ વિસ્તારમાં થયો હતો. પાકિસ્તાન રેલવેના જણાવ્યા અનુસાર, ટ્રેન લાહોરથી રાવલપિંડી જઈ રહી હતી અને લાહોર સ્ટેશન છોડ્યાના લગભગ 30 મિનિટ બાદ આ અકસ્માત થયો હતો. ટ્રેનના 10 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, જેના કારણે મુસાફરોમાં હાહાકાર ફેલાઈ ગયો હતો.


રેલવેના પ્રવક્તા બાબર રઝાએ શું કહ્યું?

રેલવેના પ્રવક્તા બાબર રઝાએ શું કહ્યું?

રેલવેના પ્રવક્તા બાબર રઝાએ જણાવ્યું હતું કે અકસ્માતની જાણ થતા જ એમ્બ્યુલન્સ, બચાવકર્મી અને પેરામેડિકલ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તમામ ઇજાગ્રસ્તોની હાલત હવે સ્થિર હોવાનું કહેવાય છે. જોકે બાબર રઝાએ અકસ્માતના કારણ અંગે કોઈ વિગતવાર માહિતી આપી નથી, તેમણે કહ્યું કે ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.


આ અકસ્માતમાં કોઈના મોતની પુષ્ટિ નહીં

આ અકસ્માતમાં કોઈના મોતની પુષ્ટિ નહીં

આ અકસ્માતમાં અત્યાર સુધી કોઈના મોતની પુષ્ટિ થઈ નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી મોહમ્મદ હનીફ અબ્બાસીએ રેલવેના CEO અને ડિવિઝનલ સુપરિન્ટેન્ડેન્ટને ઘટનાસ્થળની મુલાકાત લેવા અને રાહત અને બચાવ કાર્યનું નિરીક્ષણ કરવા નિર્દેશ આપ્યો છે. તેમણે અકસ્માતની તપાસનો પણ આદેશ આપ્યો છે, જેનો રિપોર્ટ 7 દિવસમાં માગવામાં આવ્યો છે.

પાકિસ્તાનમાં રેલ અકસ્માતો સામાન્ય છે. અહીંનું રેલ નેટવર્ક દાયકાઓથી ઉપેક્ષા, જૂના ટ્રેક અને જર્જરિત સિગ્નલ સિસ્ટમ જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. વર્ષ 2023માં પણ, સિંધ પ્રાંતના નવાબશાહમાં એક પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી જતા ઓછામાં ઓછા 30 લોકો માર્યા ગયા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top