બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન મોટો અકસ્માત, 2 ઈજાગ્રસ્ત, રેલ વ્યવહાર ખોરવાયો

બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન મોટો અકસ્માત, 2 ઈજાગ્રસ્ત, રેલ વ્યવહાર ખોરવાયો

03/24/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન મોટો અકસ્માત, 2 ઈજાગ્રસ્ત, રેલ વ્યવહાર ખોરવાયો

અમદાવાદમાં ગઈકાલે રાત્રે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન વટવાના રોપડા ગામ નજીક આવેલા બ્રિજ પાસે અચાનક એક ક્રેન તૂટી પડી હતી. આ ઘટનામાં 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતના કારણે રેલ વ્યવહાર છેલ્લા 15 કલાકથી પ્રભાવિત થયો છે અને 25 જેટલી ટ્રેન રદ કરવા સાથે રીશેડ્યૂલ અને ડાયવર્ટ કરવામાં આવી છે.

ક્રેન પડી જવાને કારણે હાઈટેન્શન લાઇન તૂટી જતા રેલવે વિભાગ દ્વારા વડોદરા અને કાંકરિયાથી એક્સિડન્ટ રિસ્પોન્સ ટીમ (ART) દ્વારા તાત્કાલિક અસરથી રિસ્ટોરેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વહેલી તકે રેલવે વ્યવહાર શરૂ કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. અમદાવાદ મુંબઈ હાઈ સ્પીડ રેલની કામગીરી સમયે દુર્ઘટનામાં સેગમેન્ટ લોન્ચિંગ બાદ ક્રેન રેલ લાઇન પર પડવાને કારણે અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે. દુર્ઘટનાને પગલે 25 ટ્રેન કેન્સલ, 7 ટ્રેન ડાયવર્ટ કરવામાં આવી.


આજે કેન્સલ થયેલી ટ્રેન

આજે કેન્સલ થયેલી ટ્રેન

આજે જે ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે તેમાં વટવા-વડોદરા મેમુ, અમદાવાદ-મુંબઈ ડબલ ડેકર, મુંબઈ-અમદાવાદ ડબલ ડેકર, વડોદરા-વટવા  સંકલ્પ ફાસ્ટ, વટવા-વડોદરા  સંકલ્પ ફાસ્ટ, અમદાવાદ-એકતાનગર, આણંદ-વટવા મેમુ, વડોદરા-વટવા, વલસાડ-અમદાવાદ ગુજરાત ક્વીન, મણિનગર-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ, મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ, વડોદરા-વટવા  એક્સપ્રેસ, અમદાવાદ-વલસાડ ગુજરાત ક્વીન, અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ ગુજરાત એક્સપ્રેસ, જામનગર-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ, વલસાડ-વડનગર, વડનગર-વલસાડ, વટવા-આણંદ મેમુ, વડોદરા જંક્શન-વટવા મેમુ, વટવા-વડોદરા જંક્શન મેમુ, અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ કર્ણાવતી એક્સપ્રેસ, મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસનો સમાવેશ થાય છે.


ક્રેન અકસ્માતને કારણે ડાઇવર્ટ કરાયેલી ટ્રેનો

ક્રેન અકસ્માતને કારણે ડાઇવર્ટ કરાયેલી ટ્રેનો

ક્રેન અકસ્માતને કારણે ડાઇવર્ટ કરાયેલી ટ્રેનોની વાત કરીએ તો તેમાં ટ્રેન નંબર 12010 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ વડોદરા સ્ટેશનથી ઉપડશે

ટ્રેન નંબર 12478 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-જામનગર એક્સપ્રેસ રતલામ-ચિત્તોડગઢ-બેડાચ-ઉદયપુર સિટી-હિંમતનગર-અમદાવાદ-વિરમગામ થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે

ટ્રેન નંબર 11090 પુણે-ભગત કી કોઠી એક્સપ્રેસ વડોદરા-રતલામ-ચંદેરિયા-અજમેર-મારવાડ થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે,

ટ્રેન નંબર 15046 ઓખા-ગોરખપુર એક્સપ્રેસ અમદાવાદ-અસારવા-હિંમતનગર-ઉદયપુર-રતલામ થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશ.

ટ્રેન નંબર 09417 અમદાવાદ-દાનાપુર સ્પેશિયલ અમદાવાદ-અસારવા-હિંમતનગર-ઉદયપુર-રતલામ થઈને દોડશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top