દક્ષિણ ગુજરાતના 400 ગામડાના લોકોને ઘર બંધ કરીને જતા પહેલા પોલીસને જાણ કરવા તાકીદ કરાઇ
સુરત જિલ્લામાં આવેલા અંતરિયાળ ગામોમાં હવે બહારગામ જવું હોય તો પોલીસ સ્ટેશનને જાણ કરવી પડશે. સુરત જિલ્લા સહિત તમામ કેટલાક જિલ્લાઓમાં આદેશ આપવામાં આવ્યા છે. વેકેશનમાં ઘરફોડ ચોરીનું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે. ત્યારે સુરત જિલ્લામાં હવે ADG પ્રેમવીર સિંહ દ્વારા આ કામગીરીની શરૂઆત કરવામાં આવશે. ક્રાઇમ કોન્ફરન્સમાં આ મુદ્દે DG દ્વારા સહમતી આપવામાં આવી હતી. ADG પ્રેમવીર સિંહે જણાવ્યુ હતું, તેમના દ્વારા સુરત જિલ્લા સિવાય વલસાડ, નવસારી, ડાંગ અને આહવામાં એવા સંવેદનશીલ પોઈન્ટ ડિટેક્ટ કરાયા છે, જે ગામોવા લોકો બહાર જાય તો પોલીસ સ્ટેશનમાં જાણ કરવી પડશે, જેથી પોલીસ આવા ઘરો પર ખાસ નજર રાખશે. સુરત જિલ્લામાં આ પ્રકારે પહેલી વખત કામગીરી આવશે.
ADG પ્રેમવીર સિંહે જણાવ્યુ હતું કે, ક્રાઇમ કોન્ફરન્સમાં પ્રી-મોનસૂન કામગીરીનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સાપુતારાના ઘાટ પર 12 જેટલા સ્પોટ છે. આ સ્પોટ પર નેશનલ હાઇવે ઓથોરિટીને કામગીરી કરવા રિપોર્ટિંગ કરવામાં આવ્યું છે. જો કોઈ ગફલત કરાઇ અને નિર્દોષ લોકોની જાનહાનિ થઈ તો અધિકારીઓને જેલ ભેગા કરી દેવામાં આવશે. 2 મહિના અગાઉ જ ફેબ્રુઆરીમાં સાપુતારામાં બસ ખાડીમાં પલટી જતા મુસાફરોના મોત થયા હતા. પોલીસે નેશનલ હાઇવે ઓથોરિટીને અગાઉથી જ સ્પોટની જાણ કરી હતી, પરંતુ NHA દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા પોલીસે અધિકારીઓ સામે ફોજદારી કાર્યવાહી કરી હતી.
હાઇવે પર પ્રથમ લેન એટલે કે ફાસ્ટ ટ્રેક પર જો કોઈ ટ્રક કે કોઈ ભારે વાહન દેખાશે તો સુરત જિલ્લામાં પણ આકરી પેનલ્ટી ફટકારવામાં આવશે. નેશનલ હાઈવે પર ફાસ્ટ ટ્રેક પર ખાસ નજર રાખવામા આવશે. તેમાં માત્ર ફોર વ્હીલ જ દોડી શકશે. જ્યારે ભારે વરસાદને કારણે નવસારી અને વલસાડમાં નેશનલ હાઈવેનું ધોવાણ થાય છે ત્યારે ઇમરજન્સીમાં NHAને સાથે રહેવા માટે તેમજ અગાઉના વર્ષોમાં જે રસ્તાઓનું ધોવાણ થયું હતું. એ રસ્તાઓની લિસ્ટ આપવામાં આવી હોવાની જાણકારી મળી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp